અમી પટેલ અને સીનેમોઝ પ્રોડક્શનના બેનર હેઠળ દિગ્દર્શક અખિલ કોટકની નવી ગુજરાતી ફિલ્મ “પટકથા”નું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું.

by Bansari Bhavsar

આગામી 8 ડિસેમ્બરે ગુજરાતભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્મ

દિગ્દર્શક અને અભિનેતા અખિલ કોટક તેમની એક વર્ષમાં વધુમાં વધુ ગુજરાતી ફિલ્મો માટે સીનેમાજગતમાં પ્રખ્યાત છે ત્યારે હવે બેનર સીનેમોઝ પ્રોડક્શન નિર્માતા મનીષ પટેલ અને મયંક અંબલિયા તથા સહનિર્માતા દીપસિંહ પરમાર સાથે એક નવા જ પ્રકાર સસ્પેન્સ કોમેડી સાથે નવી વાર્તા લઈ ને આવી રહ્યા છે જે ફિલ્મ નું નામ છે “પટકથા”

મહિલાઓ ને વધુ ગમે તે પ્રકારની આ ફિલ્મમાં સ્ત્રી શશક્તિકરણ ની વાત સાથે જ કોમેડીની ધમાકેદાર રજુવાત સાથે રજુવાત કરવામાં આવી રહી છે.

આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં કશીશ રાઠોર, અખિલ કોટક, અરવિંદ વેગડા, ભાવિની જાની, નિશિથ બ્રહ્મભટ્ટ, શૌનક વ્યાસ,મનન દવે સહિતના કલાકારો દ્વારા મનોરંજન ના નવા રસ સાથે “પટકથા” માં આગામી 8 ડિસેમ્બરે જોવા મળશે.

આ ફિલ્મનું દિગ્દર્શન અખિલ કોટક દ્વારા કરવામાં આવ્યું છે અને અમી પટેલ અને સીનેમોઝ પ્રોડક્શનના મનીષ પટેલ નિર્માતા મયુર આંબલિયા અને સહનિર્માતા દીપસિંહ પરમાર દ્વારા રજૂ કરવામાં આવી રહ્યું છે.

આ ફિલ્મમાં જાણીતા ગાયક મયુર ચૌહાણ દ્વારા “આવ મારી જીંદગી” ટાઇટલ સાથે એક સુંદર ગીત પણ આપને સાંભળવા મળશે.

આ ફિલ્મ નું ટ્રેલર આજે રજૂ કરવામાં આવ્યું હતું અને આગામી 8 ડિસેમ્બરના રોજ પુરા ગુજરાતમાં રિલીઝ કરવામાં આવશે.

Related Posts