અમદાવાદ: રખિયાલમાં સ્થાનિક પોલીસની નાક નીચે ધમધમતા જુગારધામ પર PCBના દરોડા

by Bansari Bhavsar

ગુજરાત રાજ્યમાં આવેલ અમદાવાદ જિલ્લાના રાખીયાલ વિસ્તારમાં આજ રોજ પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે PCB દ્વારા જુગાર પર દરોડા પાડવામાં આવ્યા છે. ખાનગી બાતમીના આધારે રખિયાલ વિસ્તારમાં મોનોગ્રામ મિલ પાસે રહેણાંક વિસ્તારમાં દરોડા પડ્યા હતા. ગંજી પાનની મદદથી હારજીતનો જુગાર રમાતો હતો. આ રાઇડમાં રોકડ રૂપિયા 90,200 અને એક લાખ સાડત્રીસ હાજર બસ્સો રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત થયો છે . જગ્યા પર રાઈડ કરતા PCB દ્વારા 9 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને એક આરોપી ફરાર છે. જે આરોપી ફરાર છે તે જાફર પઠાણ તેના જ ઘરમાં આ જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. રખિયાલ વિસ્તારના વહીવટદારની રહેમ નજર હેઠળ આ મસમોટો જુગાર છેલ્લા ઘણા સમયથી ધમધમી રહ્યો હતો. સવાલ એ છે કે શું રખિયાલ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરને જુગાર વિષે ખ્યાલ નહતો કે પછી આંખ આડે કાન આવી ગયા હતા!

Related Posts