જેટકોની રદ થયેલી પરીક્ષાને લઇને મહત્વપૂર્ણ નિર્ણય, એક્ઝામની નવી તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે

by ND
JETCO canceled exam, News Inside, Gujarati news

News Inside,

Gandhinagar: જેટકોની પરીક્ષામાં થયેલી ગેરરિતીના કારણે આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. હવે આ પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેવાશે. રાજકોટ, ભરૂચ, મહેસાણા ઝોનની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. 7 જાન્યુઆરીએ લેખિત પરીક્ષા લેવાશે તો 28 અને 29 ડિસેમ્બરે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ લેવાશે. ઉલ્લેખનિય છે કે, પરીક્ષામાં થયેલી ગેરરિતી અને તેના વિરોધ બાદ આ પરીક્ષા રદ્દ કરવામાં આવી છે.

જેટકોની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાથી પરીક્ષા કરાઇ હતી રદ્દ

જેટકોએ લીધેલ વિદ્યુત સહાયક ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. આ પરીક્ષા રાજકોટ, ભરૂચ, મહેસાણા સેન્ટરમાં લેવામાં આવી હતી. ભરતીની પ્રક્રિયામાં ગેરરીતિ થઇ હોવાની ફરિયાદો ઉઠી હતી. ફરિયાદ બાદ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ આચરવામાં આવી હતી. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમના માટે જ ફરીથી પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ) ની ભરતીમાં અન્યાય થયો હોવાની બાબતે નોટિફિકેશન જાહેર કરાયું હતું. રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનની વર્તુળ કચેરીઓમાં નિયમ મુજબ કામ કરવામાં ન આવેલ હોવાની બાબતે બહાર નોટિફિકેશન જાહેર કરાયું છે. ઉમેદવારોની ફરિયાદ અને રજૂઆત બાદ તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કમિટી દ્વારા તપાસ કરતા આ બાબતમાં ક્ષતિ માલુમ પડી હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળના વર્તુળ કચેરીના ઉમેદવારોના અન્યાયને લઈને લેવાયો નિર્ણય હતો. રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદબાતલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉમેદવારો માટે નવી ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવું નોટિફિકેશન બહાર પડાયું હતું. હવે આ પરીક્ષાની નવી તારીખ જાહેર થઇ છે પરીક્ષા ફરી લેવાશે, નવી પરીક્ષાનું ટાઇમ ટેબલ જાહેર થઇ ગયું છે. પરીક્ષા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેવાશે,

Related Posts