ખનીજ માફિયાઓ સામે માનવવધની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો || News Inside

by ND
સુરેન્દ્રનગર illigal coal minig death

સુરેન્દ્રનગર જિલ્લાના ખંપાળિયા ગામ નજીક ચાલતી ગેર કાયદેસર કાર્બોસેલ ની ખાણમાં ડટાઈ જવાથી ત્રણથી વધુ મજૂરોના મોત નીપજ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી થતી હોવાની રાહ ફરિયાદો તંત્રને મળી રહી છે ત્યારે તેની સામે તંત્ર જરૂરથી કાર્યવાહી હાથ ધરી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આ ગામમાં ચાલતી ખનીજ ખાણમાં દુર્ઘટના સર્જાઈ હોવાના કારણે આ ખાણમાં કાર્બોસેલ ખોદકામ કરી રહેલા ત્રણ મજૂરોના મોત નીપજવાની ઘટના બની હતી આ મામલે પોલીસને પ્રથમ તબક્કામાં કોઈ એડર્સ અથવા કોઈ ફરિયાદી ન મળતા કોઈપણ પ્રકારની ફરિયાદો દાખલ ન કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જે મૃતક મજૂરોના પરિવારજનો છે તેમને ન્યાયની માંગણી કરતા પોલીસ દાહોદ ખાતે પહોંચી હતી.

આ અંગે પરિવારને મળી અને મૃતક પરિવારજનોના નિવેદનો લઇ અને પાંચ ભૂમાફિયા સામે મુળી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ ગુનામાં ગંભીર કલમો લગાવવામાં આવી છે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં બેરોકટોક અને ચોરી થઈ રહી છે ત્યારે આ ખનીજ ચોરીને અટકાવવા માટેના પ્રયાસો પોલીસ વિભાગ હાથ ધરી રહ્યું છે ત્યારે રાજકીય આગેવાનો અને પહોંચ ધરાવતા પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે આ વખતે કોઈને નથી મૂક્યા અને કડક કાર્યવાહી હાથ ધરી છે.

મૃત્યુ પામનાર દંપતિને પાંચ વર્ષથી નાના ત્રણ જેટલા સંતાન છે અને તેમને ન્યાય મળે તે માટે પોલીસે પણ પૂરતા પ્રયાસ હાથ ધર્યા છે પોલીસ ખુદ દાહોદ સુધી ગઈ છે અને તમામ પ્રકારની વિગતો મેળવી ગુના દાખલ કરવામાં આવ્યા છે. તમામ પ્રકારના હોસ્પિટલમાં દાખલ મજૂરોના નિવેદનો લેવામાં આવ્યા છે અને ગંભીર કલમો લગાવી ગુના દાખલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે પોલીસે એ પણ ભૂ માફિયાઓને આ પ્રકરણમાં નથી છોડ્યો.ત્યારે એટરોસિટી ની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ત્યારે આજ અંગે મૂળી પંથકના નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ શામજી જેજરીયા સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારે રાજકારણ સાથે જોડાયેલા લોકો જ આ વિસ્તારમાં ખનીજ ચોરી કરી રહ્યા હોવાનો આ દાખલો સામે આવ્યો છે કાર્બોસેલની ગેરકાયદેસરખાણોમાં રાજકીય આગેવાનોની ખાણો સૌથી વધુ છે તેવી ફરિયાદ વારંવાર મળી છે હવે તો એ પુરાવા રૂપી પણ સાબિત થઈ છે કે નરેન્દ્ર મોદી વિચાર મંચના મુળી તાલુકાના અધ્યક્ષ આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા હતા અને ગેરકાયદેસર ખનીજ ચોરી કરી અને રાતો રાત કરોડપતિ બની જવાની કારસો રચતા હતા.

મનુષ્યવધની ગંભીર કલમો લગાવી ભૂ-માફિયાઓ પર ગાળિયો કસાતા ભૂગર્ભમાં

પોલીસે ભુ માફિયાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવા માટે મનુષ્યવધ જેવી કલમો લગાવી અને ગુનો દાખલ કર્યો છે સામાન્ય રીતે 304 અમુક કેસોમાં પણ ઉપયોગ કરવામાં આવતા હોય છે જેમાં જાણતા હોવા છતાં પણ મોતના મોઢામાં ધકેલી દેવાના પ્રયાસ હોય તેવા લોકો સામે આવા પ્રકારની ગંભીર કલમો લાગવવામાં આવતી હોય છે. અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે ભુ માફિયાઓ દ્વારા ત્રણ મજૂરોના મોતના સોદાગર બનવાની પ્રવૃત્તિ કરવામાં આવી છે હવે તે તેમને જ ભારે પડી છે પોલીસ તમામ રીતે કાર્યવાહી કરવા માટે હવે તત્પર બની છે ગુનો દાખલ કરાયો છે જેમાં મનુષ્યવધ જેવી ગંભીર કલમો દાખલ કરવામાં આવી છે અને આ પ્રકારે ઝાલાવાડ પંથકમાં પ્રથમ વખત ખનિજ માફિયાઓ સામે આ પ્રકારની કલમો સાથે ગુનો દાખલ કરાયો છે ત્યારે આ બનાવમા આઈ.પી.સી કલમ 304 337 338 અને એટરોસિટી એકટ સહિતની કલમો લગાવી ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસનો ધમધમાટ શરૂ

જે ગામમાં ખાણ દુર્ઘટનામાં ઘટના બની તેમાં પ્રથમ વખત કાર્બોસેલની ખાણ હોવાના ગુના માં ઉલ્લેખ કરવામાં આવ્યા છે હવે તંત્ર ખુદ સ્વીકારી રહેવું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ ની ચોરી થાય છે પરંતુ હવે વાત એ છે કે માફિયાઓ સામે ગુનો દાખલ કરાયો છે ત્યારે હવે આ ભુ – માફિયાઓ ને ઝડપી પાડવા માટે પોલીસ કામે લાગી છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જમીન માફીઆઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે હવે આવા ખનીજ માફીયાઓમાં પણ ગંભીર પ્રકારના ગુના દાખલ થતા દોડધામ ફેલાઈ છે જોકે પોલીસ આ મુદ્દે તપાસ હાથ ધરી રહી છે અને કડક કાર્યવાહી હાથ ધરી રહી છે.

કેસની સ્પેશિયલ તપાસ ડીવાયએસપી કક્ષાએ સોંપવામાં આવી

સામાન્ય રીતે આવા પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો અમુક વખતે ગુના પણ દાખલ નથી થતા આ વખતે પણ પોલીસને પહેલા ચાર દિવસ કોઈ પુરાવા મળ્યા ન હતા તેથી ગુના દાખલ ના થઈ શક્યા હતા પરંતુ ત્યારબાદ દાહોદ ખાતેથી મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી. હવે ન્યાયની માંગણી કર્યા બાદ પોલીસ દાહોદ ખાતે પહોંચી હતી અને મૃતક પરિવાર છે તેને મળી અને તમામ પ્રકારના નિવેદનો લઈ અને આ પ્રકારની ઘટના બની હોવાનું પુરવાર સાબિત થયું હતું હવે આ અંગે ગુના દાખલ કરવામાં આવ્યા છે જેમાં એટ્રોસિટીની કલમો લગાવવામાં આવી છે અને આ તપાસ ખાસ ડીવાયએસપી કક્ષાએ સોંપવામાં આવી છે અને અન્યત્ર રીતે જે કલમો લગાવવામાં આવી છે તેની પણ તપાસો ઉચ્ચત્તર કક્ષાના અધિકારીઓએ પોતાની પાસે રાખી છે. હવે ખનીજ માફિયાઓ સામે કાયદાકીય રીતેગાળિયો કસાયો છે.

જે કલમો લગાવવામાં આવી છે જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ

જે કલમો લગાવવામાં આવી છે જેમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કડક કાર્યવાહી થાય તે પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે જેવા માનવધના ગુનો છે તેમાં બિન જામીન પાત્ર ગુનો હોવાનું છે ત્યારે આ ગુનામાં એટ્રોસિટી એક્ટ અનુસાર પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સામાન્ય રીતે આવા પ્રકારની કલમો લગાવવામાં આવી હોય ત્યારે દસ વર્ષથી વધુ સમયની સજા અને લાખો રૂપિયાનો ડંડ કોર્ટ ફટકારતી હોય છે હવે આ કેસ પર તાત્કાલિક ચલાવવામાં આવશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ખનીજ માફિયાઓને તાત્કાલિક પ્રકારે સજા મળે તે પ્રકારના પ્રયાસો જરૂરથી ન્યાયતંત્રના હશે પરંતુ આ અંગે જે મૃતકના પરિવાર છે તેમને પોલીસે ન્યાય અપાવતા આ પરિવાર પોલીસનો પણ આભાર વ્યક્ત કરી રહ્યો છે.

Related Posts