અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે GSRTCની વોલ્વો બસની સુવિધા

અમદાવાદ એરપોર્ટથી રાજકોટનું ભાડું 553 રૂપિયા

by Bansari Bhavsar
અમદાવાદ એરપોર્ટથી રાજકોટ માટે GSRTCની વોલ્વો બસની સુવિધા

SVP આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરોની અવર જવર વધી છે. તેના કારણે, મુસાફરોની સુવિધાઓમાં પણ સતત વધારો કરવામાં આવતો હોય છે. એરપોર્ટ પર આવનારા મુસાફરો અન્ય શહેરોમાં જવા માટે ટેક્સી બુક કરવી પડે છે અને
પ્રાઈવેટ ટેક્સી બુક કરવામાં મોટાભાગના લોકોને મોટો ખર્ચ પણ થાય છે. તો એરપોર્ટ પર અવરજવર કરનાર મુસાફરો માટે GSRTCએ સુવિધા ઉભી કરવાનું પગલું ભર્યું છે.

મુસાફરોની સુવિધાઓમાં વધારો કરવા માટે હવે, અમદાવાદ એરપોર્ટથી રાજકોટ જવા માટે વોલ્વો બસોનો પ્રારંભ કરવામાં આવશે. સરકારની આ નવી યોજના થકી સૌરાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટ થી રાજકોટ તરફ જનારા પ્રવાસીઓને વોલ્વો બસ સુવિધા ફેબ્રુઆરી 2024માં શરૂ થશે.

અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટથી રાજકોટ જવા માટે સવારે 6 કલાકે વોલ્વો બસ ઉપડશે. રાજકોટથી અમદાવાદ ઈન્ટરનેશન અરપોર્ટ માટે સાંજે 5 કલાકે વોલ્વો ઉપડશે. અમદાવાદ ઈન્ટરનેશન એરપોર્ટ ઉપર કેબીન તૈયાર કરવામાં આવી છે. ત્યાં વોલ્વો બસ સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાંથી બસનુ પીકઅપ ડ્રોપ થશે.

અમદાવાદથી એરપોર્ટથી વાયા નરોડા રોડ, ગીતા મંદિર, નેહરુનગર, લીમડી, ચોટીલા હાઈવેથી જશે. જોકે, અમદાવાદ એરપોર્ટથી રાજકોટનું ભાડું 553 રૂપિયા નક્કી કરવામાં આવ્યુ છે. મુસાફરો એસટી નિગમની વેબસાઈટ www.gsrtc.in પરથી ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુક કરી શકશે. જો કે એસટી નિગમની બસ સેવા શરૂ થવાના કારણે સૌરાષ્ટ્ર તરફથી આવતા અને જતા મુસાફરોને સારી સુવિધા મળી રહેશે. પાંચમી ફેબ્રુઆરીએ વોલ્વો બસ સેવાનો પ્રારંભ થશે.

Related Posts