12 ઓગસ્ટ 2021ના રોજ “રામસર સાઈટ” તરીકે માન્યતા આપવામાં આવી

by Bansari Bhavsar
Thola has a famous bird sanctuary

થોળમાં દેશ-વિદેશના સુંદર પક્ષીઓ માટે જાણીતું પક્ષી અભયારણ છે. જેને 12 ઓગસ્ટ 2021ના રોજ “રામસર સાઈટ” તરીકે માન્યતા આપવામાં આવી છે. આ જગ્યા પક્ષીવિદો અને પક્ષી પ્રેમીઓ માટે એક રસપ્રદ સ્થળ છે.

આ અભયારણ્યમાં દેશભરના તેમજ વિદેશના પક્ષીઓ આવતા હોય છે, અને શિયાળામાં તેમનું આગમન થાય છે. આ પ્રમાણે, નવેમ્બર થી ફેબ્રુઆરી સુધી પક્ષીઓને જોવાનો સુવર્ણઅવસર મળે છે.

હાલમાં, 27 અને 28 જાન્યુઆરીના દરમિયાન, આ અભયારણ્યનું પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. કારણ કે, હાલમાં પક્ષીઓની વિવિધ જાતિઓની ગણતરી થઈ છે.

થોળમાં છેલ્લાં ત્રણ વર્ષમાં અંદાજિત 1 લાખ 65 હજારથી વધુ પર્યટકોએ મુલાકાત લીધી હતી.આ સરોવર એક માનવ નિર્મિત સરોવર છે.

હાલતો થોળમાં પક્ષીઓની ગણતરી પૂર્ણ થઇ છે અંદાજિત 45,000થી 50,000 પક્ષીઓ હોવાનું તારણ છે.

Related Posts