ભારત સામે પડવું માલદીવને ભારે પડ્યું, ભારતીય પર્યટકોનો શ્રીલંકામાં વધારો || News Inside

by ND
Falling against India takes a heavy toll on the Maldives, as Indian tourists to Sri Lanka surge

માલદીવ મીડિયાના રિપોર્ટ પ્રમાણે ગયા મહિનાના આંકડા દર્શાવે છે કે, માલદીવમાં જાન્યુઆરીમાં 1.92 લાખ પર્યટકો પહોંચ્યા હતા ત્યારે શ્રીલંકાના ટુરિઝમના આંકડા પ્રમાણે જાન્યુઆરીમાં શ્રીલંકાની મુલાકાત લેનારા પ્રવાસીઓની સંખ્યા 2.08 લાખ રહી હતી.

શ્રીલંકા જઈ રહેલા ભારતીયોની સંખ્યામાં 100 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષના જાન્યુઆરીમાં 13759 તો આ જાન્યુઆરીમાં 34399 ભારતીય પર્યટકો શ્રીલંકા ફરવા માટે ગયા છે.

જયારે માલદીવ જનારા ભારતીય પર્યટકોની સંખ્યા 15006 રહી છે. શ્રીલંકામાં જનારા વિદેશીઓમાં ભારતીયો નંબર વન પર પહોંચ્યા છે. જાન્યુઆરી મહિનામાં ભારતમાંથી 34,399, રશિયાના 31,159, બ્રિટનના 16,665, જર્મનીથી 13,593, ચીનના 11,511 પ્રવાસીઓએ શ્રીલંકાની મુલાકાત લીધી છે.

જ્યારે માલદીવમાં વિદેશી પર્યટકોની સંખ્યાની રીતે રશિયા નંબર એક પર છે અને ચીન બીજા નંબરે છે.

માલદીવ સાથેના વિવાદ બાદ ભારતીય પર્યટકો શ્રીલંકા તરફ નજર કરી રહ્યા હોવાથી શ્રીલંકાની ઈકોનોમીમાં પણ તેજી જોવા મળશે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર પણ ભારતીયોને શ્રીલંકાની મુલાકાત લેવા માટે અપીલ કરી ચુકયા છે.

Related Posts