ઝેર ઓકનાર સલમાન અઝહરીને લઈને ATS અમદાવાદ પહોંચી; ATSને પ્રોટેક્શન આપવું પડ્યું || News Inside

by ND
ATS reaches Ahmedabad carrying poisoner Salman Azhari; ATS had to provide protection

ફિલ્મના સીનમાં જેવી રીતે તે મુસ્લિમ અગ્રણીને પકડવા માટે મુંબઈ પોલીસની ટીમ સાથે તેના ઘરમાં પ્રવેશે છે કે તરત જ સમગ્ર વિસ્તાર યુવાનો અને લોકોથી ઉભરાઈ જાય છે ત્યારે વિલન કહે છે કે હવે તમારે અહીંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે. આ તો હતી ફિલ્મના રિલની વાત, પણ રિયલ વાતમાં પણ ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્કોવડ(ATS)ની ટીમ સાથે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં કંઈક આવું જ થયું હતું.

જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનાર મુફ્તી સલમાન અઝહરીને ઝડપી લેવા માટે ગુજરાત ATSની ટીમ મુંબઈના ઘાટકોપર પહોંચી ત્યારે તેમની મદદ માટે સ્થાનિક પોલીસ અને મહારાષ્ટ્ર ATSના જવાનો પણ ત્યાં પહોંચી ગયા હતા. સલમાનને ઘાટકોપર પોલીસ સ્ટેશનને લઈ ગયા ત્યારે બહાર 5,000 માણસોનું ટોળું ભેગું થઈ ગયું હતું. મહામહેનતે તેને ગુજરાત ATSની ટીમ અમદાવાદ લઈ આવી હતી મહારાષ્ટ્રમાં મુંબઈ પોલીસે ગુજરાત બોર્ડર સુધી ATSની ટીમને પ્રોટેક્શન આપવું પડ્યું હતું.

જૂનાગઢમાં મુંબઈના મુફ્તી સલમાન અઝહરી વિરુદ્ધ 31મી જાન્યુઆરીએ વૈમનસ્ય ઊભું થાય તેવું ભાષણ કરવાના મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. સલમાન અઝહરીને ઝડપી લેવાની જવાબદારી ગુજરાત ATSની ટીમને સોંપાઈ હતી. ATSના અધિકારીઓએ મુંબઈ પહોંચીને ઘાટકોપર પોલીસની મદદ લીધી, પરંતુ ઘાટકોપરમાંથી સલમાન અઝહરીને ઉઠાવવો મુશ્કેલ હોવાથી મહારાષ્ટ્ર ATSની ટીમને પણ સતત તેમની સાથે રહેવાની ફરજ પડી હતી.

જ્યારે પોલીસ સલમાન અઝહરીના ઘરે પહોંચી અને પોતાની ઓળખ આપી તેમની ધરપકડ કરવાનું કહ્યું ત્યારે અઝહરીએ ઘરનો દરવાજો બંધ રાખી પોતાના સમર્થકોને ફોન કરી દીધા હતા અને સોશિયલ મીડિયા ઉપર પણ આ વાત વહેતી કરી દીધી હતી. જેને પગલે વિસ્તારમાં ધીરે ધીરે લોકોના ટોળા એકત્રિત થવા લાગ્યા. આખરે પોલીસે દરવાજો તોડીને તેને ઝડપી લેવાનો નિર્ધાર કર્યો ત્યારે અઝહરી બહાર આવ્યો હતો.

પોલીસ તેને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. જેમ તેમ કરીને સ્થાનિક મેજિસ્ટ્રેટની મંજૂરી લઈને ATS અઝહરી સાથે અમદાવાદ આવવા રવાના થઈ ત્યારે ગુજરાત ATSના વાહનોના પ્રોટેક્શન માટે મહારાષ્ટ્ર પોલીસના વાહનો તેમની આગળ પાછળ ચાલતા હતા. જોકે, અઝહરીના સમર્થકો સંખ્યાબંધ ગાડીઓ અને 100થી વધુ બાઇક લઈને તેમનો પીછો કરતા હતા. આખરે ગુજરાત ATSની ટીમ ગુજરાતની બોર્ડરમાં પ્રવેશી અને મહારાષ્ટ્ર પોલીસ પરત થઈ, પરંતુ ગુજરાતમાં ATSના વાહનો ગુજરાતની બોર્ડરમાં પ્રવેશ્યા કે તરત જ જે તે જિલ્લાની પોલીસ તેમના પ્રોટેક્શનમાં જોડાઈ જતી હતી. વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા સહિત રસ્તામાં જેટલા જિલ્લા આવ્યા તે જિલ્લા પોલીસ ATSની સુરક્ષા કરતી રહી અને આખરે ATSના વાહનો અમદાવાદ પહોંચી ગયા.

ગુજરાતી ATSના અધિકારીઓએ અઝહરીની પૂછપરછ કરી તેને બપોર બાદ જૂનાગઢ રવાના કર્યો હતો. જૂનાગઢ પહોંચાડતી વખતે પણ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જૂનાગઢમાં પણ પોલીસ વડા મથક ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે જેને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહી આ ઉપરાંત શહેરમાં પણ પોલીસે સતત પેટ્રોલિંગ વધારી દીધું છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મંગળવારે મુફ્તી સલમાન અઝહરીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવીને આગળની તપાસ કરવામાં આવશે.

​​​​​​​જૂનાગઢ પોલીસે મૌલાનાની કસ્ટડી લીધી આજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવશે
​​​ગુજરાત એટીએસ મુંબઈથી મૌલાના મુફતી સલમાન અઝહરીને ઝડપી લઈ અમદાવાદ લાવી આગવી ઢબે બે ત્રણ કલાક પૂછપરછ બાદ જૂનાગઢ પોલીસે અમદાવાદ પહોંચી મૌલાના મુફતીનો કબજો લઈ જૂનાગઢ લવાયો હતો. જેને પોલીસ હેડક્વાર્ટર લઈ જઈ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. મૌલાનાને રિમાન્ડ માટે મંગળવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

૩૧મી જાન્યુઆરીએ જૂનાગઢમાં રાત્રિના સાડા અગિયાર વાગ્યે યોજેલી સભામાં મુસ્લિમ સમાજને ભડકાઉ, ઉશ્કેરણીજનક ભાષણ આપી હિન્દુ-મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ઉભું કરવાની ઘટનામાં જૂનાગઢ પોલીસે તેના વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. આ શખ્સને એટીએસ પોલીસ બ્રાન્ચે મુંબઈ નજીકથી દબોચી લઈ અમદાવાદ લઈ આવી અને સોમવારે બપોરે દોઢ કલાકે યુ.પી.ના હજરત સલમાન અઝહરીનો કબજો લઈ જૂનાગઢ બાય રોડ આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. જૂનાગઢમાં લવાયા બાદ મૌલાનાને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જઈ અને પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું અહીંના એસપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝડપાયેલા મૌલાના મુફતીના નાણાંકીય સહાય વ્યવહારોની તપાસ સાથે તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટની પણ ઉંડાણપૂર્વકની તપાસ કરાશે.

Related Posts