કચ્છમાં DRIએ મોટી કાર્યવાહી કરી, દાણચોરી કરી ગેરકાયદે ઘુસાડાતી સોપારીનો જથ્થો જપ્ત કર્યો || News Inside

by ND
DRI conducts major operation in Kutch, seizes smuggled and illegally smuggled betel nuts

કચ્છમાં ફરી એક્વાર DRIએ સપાટો બોલાવ્યો છે. વધુમાં વાત કરીએ તો, DRIએ ફરી એકવાર દાણચોરી કરી ગેરકાયદે મંગાવેલી સોપારી પકડી પાડી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સોપારીનો જથ્થો ‘બેઝ ઓઇલ’ ડ્રમ્સમાં છુપાવીને લવાયો હતો. કન્ટેનરમાં બેઝ ઓઇલના નામે સોપારી UAEથી મુન્દ્રા પોર્ટ લવાઈ હતી. જોકે ભારતમાં દાણચોરી કરી સપ્લાય કરવાની નવી મોડેશ ઓપરેન્ડીનો DRIએ પર્દાફાશ કર્યો છે.

કચ્છના મુંદ્રા પોર્ટ પર કન્ટેનરમાં બેઝ ઓઇલ પાર્સલની ઓળખ આપી ‘બેઝ ઓઇલ’ ડ્રમ્સમાં છુપાવી UAEથી ગેરકાયદે સોપારીનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જે બાદમાં અહીથી ભારતમાં આ ગેરકાયદે સોપારી સપ્લાય કરવાની નવી મોડશ ઓપરેન્ડીનો DRIએ પર્દાફાશ કર્યો છે. આ સાથે DRIએ ગેરકાયદે 83 મેટ્રિક ટન સોપારી અંદાજે રૂપિયા 5 કરોડ 71 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. વિગતો મુજબ 738 ડ્રમમાંથી 658 ડ્રમમાં સોપારી અને માત્ર 80 ડ્રમમાં જ બેઝ ઓઈલ મળી આવ્યું છે.

Related Posts