એક કરોડની ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઘરઘાટીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

by ND
  • અમદાવાદ: 1 કરોડની ઘરફોડ ચોરી મામલો
  • ઘરઘાટી મોન્ટુ ચૌધરીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યો
  • ઘરઘાટીને દેવું થઈ જતા ચોરીનો ઘડ્યો હતો પ્લાન
  • આરોપીની દીકરી કરી રહી છે મેડિકલનો અભ્યાસ
  • રૂ.6.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અમદાવાદ :  શહેરના પોસ વિસ્તારમાં ઘરકામ કરવા વેસ્ટ બંગાળથી આવીને નોકરી કરવા આવેલ આરોપી મોન્ટુ ચૌધરી પોતાના મોજ શોખ પુરા કરવા માટે ઘર માલિકનો વિશ્વાસ કેળવીને ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો.  શહેરના સેટેલાઇટ વિસ્તારમાં આરોપી ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. દેવું થઇ જતા તેમજ મોજશોખ પુરા કરવા માટે 1 કરોડની ચોરીને અંજામ આપ્યો હતો. સમગ્ર મામલે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘરગતિની સમગ્ર વિગત મેળવીને વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.

આરોપી ઘરઘાટી દ્વારા જ ચોરીનો અંજામ આપવામાં આવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થતા ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા ઘરઘાટીની શોધખોળ કરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી. આરોપીનો મોબાઈલ નંબર અને  આધાર કાર્ડ વગેરીની માહિતી મેળવીને વધુ તપાસ શરુ કરતા આરોપી ટ્રેન અથવા બસ મારફતે વેસ્ટ  બંગાળ નાશી ગયેલ હોવાની વિગત મળી હતી…

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા વેસ્ટ બંગાળની પોલીસ સાથે સંપર્ક કરીને આરોપીની વિગત આપી તપાસ કરવામાં આવી હતી. વેસ્ટ બંગાળની પોલીસ સાથે સતત સંપર્ક માં રહીને આરોપીને તેના ઘર પાસેથી ધરપકડ કરવામાં  આવી હતી. આરોપીની શરીર ઝડતી કરતા આરોપી મોન્ટુ પાસેથી 114 ગ્રામની સોનાની લગડી  સહીત કુલ મુદ્દામાલ 6 લાખ 80 હજારનો જપ્ત કરી ગુનાના આરોપીની MO અને અન્ય ગુનાનો ભેદ ઉકેલવા માટે વધુ તપાસ શરુ કરી છે.

Related Posts