સિક્કિમમાં દૂધનું ટેન્કર ભીડમાં ઘૂસી જતાં 3નાં મોત, 16 ઘાયલ

by Bansari Bhavsar

પોલીસના જણાવ્યા અનુસાર, ગંગટોક જિલ્લાના રાનીપૂલ ખાતે એક ઝડપી દૂધ ટેન્કર ભીડ સાથે અથડાતાં ત્રણ લોકોના મોત થયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા.
આ ઘટના શનિવારે સાંજે લગભગ 7:30 વાગ્યે રાણીપૂલના મેળાના મેદાનમાં બની હતી, જ્યાં લોકો ટોમ્બોલા રમવા માટે એકઠા થયા હતા. ટેન્કરના ચાલકની ધરપકડ કરવામાં આવી છે.
ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સેન્ટ્રલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પહોંચતા જ બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને એક વ્યક્તિએ બાદમાં તેમની ઈજાઓથી દમ તોડ્યો હતો.

હોસ્પિટલના તબીબોએ જણાવ્યું છે કે ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર છે.
સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંગ તમંગે આ દુર્ઘટના પર ઊંડું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી.

Related Posts