અકસ્માત કે આત્મહત્યા?: કચેરીમાંજ મામલતદારનું મોત, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો; સાણંદ નાયબ કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ પછી આ બીજો કિસ્સો

by Bansari Bhavsar
Mamlatdar dies in office, police start investigation

પાટણ જિલ્લાના હારીજખાતે ફરજ બજાવતા મામલતદારનું કચેરી પરથી નીચે પડી જતા આજે મોત થયું છે. નવી કચેરીમાં ફરજ બજાવતા મામલતદાર વી. ઓ. પટેલનું મોત થયું છે. જોકે, તેઓએ આત્મહત્યા કરી છે કે આકસ્મિક રીતે પડી ગયા છે જે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. હારીજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ શરૂ કરી.

કલેક્ટર અને અધિકારીઓ હાજર
હારીજમાં મામલતદાર કચેરીના ધાબા ઉપરથી નીચે પટકાતા મામલતદારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને કારણે છરે તરફ ચકચાર મચી છે. રજાના દિવસે મામલતદાર કચેરીમાં આવી ધાબા ઉપર ગયા બાદ પડ્યા કે પડતું મૂક્યું તે બાબતને લઈને ચર્ચાએ વેગ પકડ્યો છે. હાલમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી નિરીક્ષણ કરી રહ્યા છે.

હારીજનાં મામલતદારના મૃત્યુને લઈ અનેક સવાલો
હારીજ મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલ રવિવારે સવારના રોજ કચેરીમાં આવી કચેરી ખોલાવીને અંદર ગયા હતા ત્યારબાદ ધાબા ઉપર ગયા હતા અને ધાબા ઉપરથી નીચે પડતા તેમનું મોત નીપજ્યું હતું. નીચે પટકાતા મોત થયું હોવાની જાણ થતાં જ આસપાસના લોકો કચેરીમાં આવી પહોંચ્યા હતા. ગણતરીની મિનિટમાં કચેરીના સ્ટાફ સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે એકત્ર થયો હતો. સમગ્ર ઘટના અંગે ભારે રહસ્ય ઉભું થયું છે મામલતદાર રવિવારના રોજ કચેરીમાં આવી ધાબા ઉપર કેમ ગયા? અને કેવી રીતે પડ્યા? અથવા તેમને પડતું મૂક્યું છે? કે કેમ સમગ્ર ઘટના મામલે અનેક પ્રશ્નો સર્જાયા છે ત્યારે હાલમાં પોલીસે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર ઘટના અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

અગાઉ પણ સાણંદમાં ડેપ્યુટી કલેક્ટર અને SDM તરીકે ફરજ બજાવતા ડૉ. રાજેન્દ્ર પટેલે પાંચમા માળેથી પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી .તેઓની પાસેથી સુસાઈડ નોટ ન હોતી મળી અને રહસ્ય વધુ ઘેરુ બન્યુ છ હતું. તેમના પરિવારજનોએ પણ આત્મહત્યા નહીં પરંતુ હત્યાનો આરોપ લગાવ્યો હતો.

Related Posts