રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, હાલત સ્થિરઃ ડોક્ટર્સ

by Bansari Bhavsar
Gujarat minister Raghavji Patel suffered a brain stroke, his condition is stable: doctors

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જેના પગલે તેમને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. વધુમાં ડોક્ટરોએ કહ્યું હતું કે મુંબઈ શિફ્ટ નહિ કરવા પડે.

65 વર્ષીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામીણ વિકાસ વિભાગનો હવાલો પણ સંભાળે છે.

જામનગરમાં શનિવારે રાત્રે 10.30 વાગ્યે રાઘવજી પટેલને મગજની જમણી બાજુએ હેમરેજ થયું હતું. જામનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી જ્યાંથી અમારી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા,” રાજકોટની સિનર્જી હોસ્પિટલના ડોકટરે જણાવ્યું હતું.

“તેમને રવિવારે સવારે લગભગ 4 વાગ્યે અમારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ ICUમાં સારવાર હેઠળ છે. તેમની સ્થિતિ સ્થિર છે, ”એવું ડોકટરે જણાવ્યું હતું.

રાઘવજી પટેલ જામનગર (ગ્રામ્ય) વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી અને એજ વર્ષે વિધાનસભા ચૂંટણી પહેલા સપ્ટેમ્બર 2017માં વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.

ઓગસ્ટ 2017 માં, રાઘવજી પટેલ, કોંગ્રેસના તત્કાલિન ધારાસભ્ય તરીકે, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ વિરુદ્ધ મતદાન કર્યું હતું, જે બાદમાં જીત્યા હતા. તેમણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના વલ્લભ ધારવિયા દ્વારા પરાજય થયો હતો. બાદમાં, રાઘવજી પટેલ ધારાવિયાના રાજીનામાથી 2019ની પેટાચૂંટણી જીતી ગયા. 2022 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં તેઓ આ બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા.

Related Posts