નશાકારક જથ્થો ઝડપાયો, ગ્રામ્ય SOG દ્વારા બે ની ધપકડ કરી વધુ તપાસ શરુ કરાઈ

by ND
AhmedabadRural SOG- News Inside
  • અમદવાદ ગ્રામ્ય SOGએ 590 નંગ નશાકારક કફ સિરપનો જથ્થો જપ્ત કર્યો
  • ગેરકાયદેસર હેરફેર કરતા બે આરોપીઓની કરી ધરપકડ
  • નશાયુક્ત સિરપ અને રીક્ષા સહીત કુલ 1.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • સમગ્ર મામલે SOG ગ્રામ્યએ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

અમદાવાદ ગ્રામ્ય, News Inside : જિલ્લામાં નશો કરતા યુવાનો નશાના જુદા જુદા કીમિયા અજમાવતા હોય છે, થોડા દિવસ અગાઉ નશાકારક સીરપનું વ્યસન કરવાના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. છત્તા નશો કરતા લોકોને નશો ક્યાંથી અને કીવી રીતે કરવો એટલું જ માત્ર જોતા હોય છે.

કોડેઇન યુક્ત નશાકારક કફ સીરપનો પણ ઉપયોગ નશો કરવા માટે કરતો હોવાનું પોલીસને ધ્યાન પાર આવતા અમદાવાદ ગ્રામ્યની SOGની ટિમ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી હતી. બાતમીના આધારે સતત પેટ્રોલીન કરતા વડોદરાથી વટામણ તરફ જવાના રસ્તા પર શંકા જતા એક રિક્ષાની તપાસ કરવામાં આવે છે. રિક્ષામાં બે ઈસમો સીરપની હેરફેર કરતા ઝડપી લેવામાં આવે છે. આરોપી શકીલ શેખ અને પ્રતીક પંચાલ કુલ 590 સિરપની બોટલ સાથે મળી આવતા ગ્રામ્ય SOGની ટિમ દ્વારા સમગ્ર મામલે NDPSનો ગુનો નોંધી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

 

Related Posts