અમદાવાદ : કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ પડતા 4 શ્રમિકો દટાયા

by ND

News Inside

મદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેન્ક નજીક નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર બાંધકામની કામગીરી ચાલી રહી છે, જ્યાં આજે 14 ફેબ્રુઆરીએ સવારે ભેખડ ધસી પડવાની ઘટના બની છે. આ ઘટનામાં પાંચ શ્રમિકો દટાયા હતા.

ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું છે. સૂત્રો દ્વારા મળતા અહેવાલ મુજબ આ દુર્ઘટનામાં કામ કરતા શ્રમિકો પૈકી 4 શ્રમિકો દટાયા હતા.

જેમાંથી ફાયરની ટીમે ચાર શ્રમિકોનું રેસ્ક્યું કરીને બહાર કાઢી દીધા હોવાની માહિતી છે.

હાલ અન્ય એકનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી. બહાર કઢાયેલા ચારેય શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

Related Posts