5.5 કિલો દાણચોરીનુ સોનું કબજે કરવામાં આવ્યું || News Inside

by ND
Certain passengers coming from abroad are bringing smuggled gold

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગના કિસ્સાઓ બનતા હોય છે. બાતમીને આધારે કસ્ટમ્સના અધિકારીઓએ સોનાની પેસ્ટ બનાવી તેને ગુપ્ત ભાગમાં છુપાવીને આવતા મુસાફરોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી 5.5 કિલો દાણચોરીનુ સોનું કબજે કરવામાં આવ્યું છે આ પ્રકરણની તપાસ ચાલી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અમદાવાદ કસ્ટમ્સ દ્વારા દાણચોરીનું 100 કિલો સોનું ઝડપી લેવામાં આવ્યું છે.

લગભગ 60 કરોડ રૂપિયાના દાણચોરીના સોનાને આગામી દિવસોમાં આરબીઆઈમાં જમા કરાવવાની કામગીરી કરવામાં આવશે.

કેરળ તથા અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓને બાતમી મળી હતી કે વિદેશથી આવી રહેલા ચોક્કસ મુસાફરો દાણચોરીનું સોનુ લઈને આવી રહ્યા છે. જેને પગલે કેરળના કસ્ટમ અધિકારીઓ સાથે મળીને અમદાવાદ કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ સરદાર વલ્લભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આશરે 5.5 કિલો સોનું જપ્ત કર્યું હતું. મુસાફરોએ ગોલ્ડની પેસ્ટ બનાવી તે ગુપ્ત ભાગમાં છુપાવી દીધી હતી. અધિકારીઓએ તબીબની મદદ થી ગોલ્ડ કબજે લીધું હતું અને આ સોનુ કોના માટે લાવવામાં આવ્યું હતું અને તે ક્યાં પહોંચાડવાનું હતું આ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.

કસ્ટમ્સ ના અધિકારીઓના જણાવ્યા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં અમદાવાદ કસ્ટમ્સ દ્વારા 100 કિલો દાણ ચોરીનું સોનુ કબજે કરવામાં આવ્યું છે અને સંખ્યાબંધ કેસ કરીને સ્મગલરોને ઝડપી લેવામાં આવ્યા છે જોકે તેના મૂળ સુધી પહોંચવાની કવાયત ચાલી રહી છે. ભૂતકાળમાં પણ, કસ્ટમ અધિકારીઓ દ્વારા સોનાની દાણચોરીના કેસ નોંધવામાં આવ્યા છે, જેમાં મિક્ષર ગ્રાઇન્ડર, સીસીટીવી કેમેરા, ઇલેક્ટ્રિક કેટલ અને અન્ડરગાર્મેન્ટ્સમાં, સેનેટરી પેડમાં સોનાની પેસ્ટ છુપાવીને દાણચોરી કરતા મુસાફરોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ નાણાકીય વર્ષમાં અમદાવાદ કસ્ટમ્સે લગભગ 100 કિલો સોનું જપ્ત કર્યું છે. સોના, એફઆઈસીએન, વન્યજીવન અને માદક દ્રવ્યોની દાણચોરીને રોકવામાં ભારતીય કસ્ટમ્સની ભૂમિકા મુખ્ય છે.

Related Posts