અમદાવાદ: નિવૃત DGP આશિષ ભાટિયાને બદનામ કરવાના કેશમાં યોગેશ ગુપ્તા નામના આરોપીની ધરપકડ

by Bansari Bhavsar

અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બળાત્કાર(દુષ્કર્મ)ના ચકચારી ગુનામાં નાસ્તા ફરતા આરોપી યોગેશ ગુપ્તાને અમદાવદ સાયબર ક્રાઇમ દ્વારા ઝડપી પાડવાંમાં આવેલ છે. નિવૃત IPS ને બદનામ કરતુ એફિડેવિટ આ જ આરોપીએ વાઇરલ કર્યું હતું. ચાંદખેડામાં કથિત દુષ્કર્મ કેસમાં આક્ષેપિત બંગલો આરોપી યોગેશ ગુપ્તાનો હતો. છેલ્લા એક વર્ષથી પોતાની ઓળખાણ છુપાવીને અલગ અલગ નામથી ઉત્તરપ્રદેશ અને તેની આસપાસના રાજ્યોમાં સંતાતો ફરતો હતો. યોગેશ ગુપ્તાને મથુરાથી સાયબર સેલની ટિમ દ્વારા પકડી પાડવાં આવ્યો. સાયબર સેલ દ્વારા આ આરોપીની ધરપકડ કરીને હાલ વધુ કાર્યવાહી માટે મહિલા ક્રાઇમ સેલમાં સોંપવામાં આવેલ છે. આરોપીને ગાંધીનગર કોર્ટમાં રજુ કરીને રિમાન્ડની માંગ કરશે તેવી પણ ચર્ચા છે.

Related Posts