કોઈ ચમરબંધી ને છોડીશું નહીં : એસ પી

by ND
District SP Manohar Jadeja showed strictness
જિલ્લા એસ પી મનોહર જાડેજા એ કડકાઈ બતાવીને 24 કલાક પહેલા સમગ્ર ધટના માં બે પોલીસ એક હોમ ગાર્ડ એક ખાનગી પોલીસ નામે તોડ કરતો વચેટીયા ને પુરાવા નાં આધારે તેમજ એક પોલીસ નાં હોટસ્પોટ પર થયેલી ચેટ અને ઓડીઓ ફોટોગ્રાફ સહિત પુરાવા મળતાં ગુન્હો નોંધી ચારેય ની અટક કરીને મેડીકલ કાઉસીગ કરી કોર્ટ માં રજુ કરવામાં આવશે એસ પી મનોહર જાડેજા એ જણાવ્યું હતું કે મહિલા નાં શોષણ કરીને આવાં કૃત્ય કરનારાં કોઈ પણ ચમરબંધી ને છોડવાં માં આવશે નહી આ પ્રકરણ માં આરોપી ને સજા અપાવવા સજ્જડ પુરાવાઓ એકઠાં કરવામાં આવશે પોલીસ નામે ઉધરાણા કરતાં ખાનગી વ્યક્તિ પોલીસ ની બદલામી કરતો હોય તેની સામે જરૂર પડ્યે અન્ય વધું ગુન્હો નોંધવામાં આવશે. અને તટસ્થ તપાસ કરાશે.
મહિલા બુટલેગર સામે પણ દારૂના 6 ગુના
પોલીસનાં દુષ્કર્મ નો ભોગ બનેલી મહિલા બુટલેગર સામે પણ છ જેટલા ગુન્હા પ્રોહીબીશન નાં નોંધાયા હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું આ દુષ્કર્મ નાં પોલીસ કર્મી સામે લીગલ કાર્યવાહી સાથે ડીપાર્ટમેન્ટ પગલાં પણ લેવાશે મહિલા બુટલેગર એ વાયરલ કરેલ પોતાની અરજી માં અન્ય એક પોલીસ નું નામ લખેલ તેની તપાસ કરતાં આ પોલીસ નાં નામે વચેટિયો શોષણ કરતો હોય તેનાં ફોટાં અને મોબાઈલ ફોન આધારે ઓળખ થતાં પોલીસે તેની પણ અટક કરી લીધી છે.
પોલીસ હેડ કોન્સ સલીમ બ્લોચે દવા ગટગટાવી હોવાનું નાટક રચ્યું હતું
ઊના ગીરગઢડા પંથકમાં દુષ્કર્મ આચરનાર પોલીસ હેડ કોન્સ સલીમ દોસ્ત મહંમદ બ્લોચ એ દવા ગટગટાવી લીધી હોવાનું નાટક રચ્યું હતું પણ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહર જાડેજા એ તેને રાત્રિ દરમ્યાન શોધી કાઢી અટક કરીને જેલ હવાલે લીધો હતો. આમ આ કેસમાં હવે ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી શકે છે.

Related Posts