અંબાજી – પાલનપુર ST બસ પર પથ્થરમારો, 3 બાઈક કબ્જે કર્યા

by ND
Ambaji - Palanpur ST bus pelted with stones, 3 bikes seized

અંબાજીના ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ થતાંજ અસામાજીક તત્વોએ એક ST બસ પર પથ્થર મારો કર્યાની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી અને આ ઘટના પાછળ રહેલા શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન પોલીસે ત્રણ બાઈકોને કબ્જે કર્યા છે.

અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સંપૂર્ણ આસ્થાથી ગબ્બર ખાતે યોજાયો હતો. પાંચ દિવસ ચાલેલ આ મહોત્સવ ઉત્સાહ સાથે ઉજવાઇને પૂર્ણ થયો હતો. જોકે મહોત્સવ પૂર્ણ થયા બાદ એક ST બસની પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે અંબાજી પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો. શ્રદ્ધાળુઓને કોઈ ડરના રહે તે માટે આ ઘટનાની પોલીસને જાણ થતાંજ તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.

પોલીસે દાંતા માર્ગ પર પાલનપુર જઈ રહેલી એસટી બસ પર પથ્થર મારાની ઘટના બાદ ત્રણ બાઇકોને કબ્જે લીધા છે. પ્રાથમિક તપાસમાં ત્રણ બાઇક ચાલકોએ પથ્થર મારો કર્યો હોવાને લઈ પોલીસે આ દીશામાં તપાસ હાથ ધરી છે. બસ પર પથ્થરમારો કરીને અસામાજીક શખ્શો ઝાડીઓમાં પલાયન થઈ ગયા હતા. પથ્થરમારાને લઈ બસનો કાચ ફૂટ્યો હતો. હાલ તો આ બસને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવીછે.

Related Posts