શ્રી રામ કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ News Inside નો ભવ્ય વિજય

by ND
શ્રી રામ કપ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમ News Inside નો ભવ્ય વિજય
8 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી અમદાવાદ શહેરના વટવા વિસ્તારના સરદાર પટેલ ગ્રુપે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. “શ્રી રામ કપ” સીઝન -1 માં મળેલા ભવ્ય પ્રતિસાદને લીધે આયોજન કર્તાઓ સીઝન-2 લાવ્યા છે. નવા ફોર્મેટ પર બનેલી આ ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી કુલ 128 જેટલી ટિમોએ ભાગ લીધો છે. આ ઇવેન્ટમાં પ્રોત્સાહન તરીકે જીતનાર ટીમને ઇનામ આપવામાં આવશે.
આ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ, વર્તમાન ધારાસભ્ય સહીત કોર્પોરેટર હાજર રહ્યા હતા. સ્થાનિક વેપારીઓ અને આગેવાનોએ પણ યુવાનોનો ઉત્સાહ વધારવા માટે આયોજન કર્તાઓને 10 જેટલા સ્થાનિક સ્પોન્સરર પણ મળ્યા હતા. આ ટુર્નામેન્ટમાં 10 ઓવરની રાખવામાં આવી છે.
આ ટુર્નામેન્ટમાં હાલ પૂર જોશ સાથે ન્યૂઝ ઇન્સાઇડની ટીમ લીડીંગ રોલમાં છે.
14 ફેબ્રુઆરીના રોજ News Inside (A) અને Mahadev 11 વસ્ત્રાલ વચ્ચે મુકાબલો યોજાયો હતો. જેમાં Mahadev 11ને ટોસ જીતીને પેહલા ફિલ્ડિંગ લીધી હતી જેમાં News Inside (A)એ 10 ઓવરમાં 7વિકેટે 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે mahadev 11ને 83 રનમાં ઓલઆઉટ કરી જીત નોંધાવી હતી. જેમાં ન્યુઝ ઇન્સાઇડના ઓપનર પ્લેયર દીપલ ગજ્જરે બોલ પર હાથ અજમાવતા mahadev 11ની હેટ્રિક 3વિકેટો ઝડપી ટીમ News Insideને વિજય મેળવવાનો માર્ગ બનાવ્યો હતો. આ હેટ્રિક વિકેટો ઝડપવા બદલ દીપલને આયોજકોએ પ્રોત્સાહિત કરી ઇનામ આપ્યું હતું.
16 ફેબ્રુઆરીએ News Inside (B) અને Hindprakash CC વચ્ચે મેચ યોજાઈ હતી. આ મેચમાં પ્રથમ બેટીંગ કરીને News Insideએ 4વિકેટે 176રનનો ટાર્ગેટ આપ્યો હતો અને Hindprakash CCને 99રનમાં ઓલઆઉટ કરી ફરી એકવાર શાનદાર જીત હાંસલ કરી હતી. આ જીત પાછળ ટીમના કેપટન મહેશ દવેની ટિમ સિલેક્શન આગવી સુઝનો કમાલ ગ્રાઉન્ડ પર જોવા મળ્યો હતો. આ મેચમાં 2 પ્લેયરોએ 3 સિક્સ અને 3 વિકેટથી હેટ્રિકનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો અને આ બંને ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

Related Posts