અમદાવાદમાં દારૂ લાવતા પહેલા જ કાર માંથી મોટો જથ્થો પકડાયો

by ND
Ahmedabad News, News Inside, Latest News
  • ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર દારૃની વધતી જતી હેરાફેરી પર પોલીસની ચાંપતી નજર 
  • દારૂના જથ્થા સાથે કાર ચાલાક ખેપિયાની ધરપકડ 
  •  દારૃ મોકલનાર તલોદના અને મંગાવનાર હાટકેશ્વરના બુટલેગર સામે ગુનો દાખલ
  • પોલીસે બુટલેગર વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી 

ગાંધીનગર :  જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે LCB -2ની ટીમ દ્વારા ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર અમદાવાદ લઈ જવાતા દેશી દારૃના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો અને દારૃ મોકલનાર તેમજ મંગાવનાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિક બુટલેગરો દ્વારા પણ દેશી દારૃ બનાવીને તેને જે તે વિસ્તારમાં પહોંચાડવામાં આવતો હોય છે. ખાસ કરીને ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર આ પ્રકારની પ્રવૃત્તિ વધી છે ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ૨ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલી એક કારમાં દેશી દારૃનો જથ્થો ભરેલો છે. જે બાતમીના પગલે પોલીસ દ્વારા ચિલોડા સર્કલ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીવાળી કાર આવતા તેને ઊભી રાખવામાં આવી હતી. જેમાં સવાર શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રોજોઅલી શેખ અમીરઅલી શેખ રહે, લતીફ સોસાયટી વેજલપુર અમદાવાદ હોવાનું જણાવ્યું હતું અને કારમાં તપાસ કરતા ૩૦૦ લીટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. જે સંદર્ભ પૂછતા તેણે જણાવ્યું હતું કે, તલોદ ખાતે રહેતા જીતુભા નામના શખ્સે આ દારૃ આપ્યો હતો અને સીટીએમ હાટકેશ્વર પાસે પાર્થ વિનોદચંદ્ર વીંછી ઉર્ફે હેરી પોટરને આ દારૃનો જથ્થો પહોંચાડવાનો હતો. પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરીને ૩.૧૧ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.

Related Posts