સોના-ચાંદીના ભાવ ગગડ્યા, જાણો કેટલો ઘટાડો આવ્યો

by ND
The prices of gold and silver fell, know how much it fell
વી દિલ્હીઃ સોના-ચાંદીમાં જોવા મળેલી તેજી બાદ હવે ફરીથી ભાવ ઘટવાનું શરૂ થઈ ગયું છે. 62,000ની ઉપર પહોંચેલા સોનાના ભાવ ફરી એકવાર ગબડી ગયા છે. જ્યારે 73,000ના સ્તરની નજીક ટ્રેડ થતું ચાંદી પણ પાછું પડ્યું છે. આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.03 ટકાના ઘટાડા સાથે 61,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.19 ટકાના ઘટાડા સાથે 72,693 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

સોના-ચાંદીમાં વૈશ્વિક સ્તરે દબાણ જોવા મળ્યા બાદ સ્થાનિક સ્તરે પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક બજાર હોય કે વૈશ્વિક બજાર, સોનાના ભાવે 4 ડિસેમ્બર 2023ના રોજ નવો રેકોર્ડ બનાવ્યો હતો. એમસીએક્સ પર સોનાની કિંમત પહેલીવાર 63800 રૂપિયાની ઉપર ગઈ હતી.સોના-ચાંદીની કિંમત (Gold-Silver Rate)

આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર એપ્રિલના વાયદાનું સોનું 0.03 ટકાના ઘટાડા સાથે 61,985 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ મેના વાયદાનું ચાંદી 0.19 ટકાના ઘટાડા સાથે 72,693 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.સોનાની રેકોર્ડ કિંમત (Gold Record Price)

ઓગસ્ટ 2020 બાદ લગભગ અઢી વર્ષ પછી 2 ફેબ્રુઆરીના રોજ સોનાએ 58 હજારની સપાટી પાર કરી અને 58,660 રુપિયાની ટોચે પહોંચીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે ત્યારબાદ સતત દોઢ-બે મહિને સોનું નવી નવી રેકોર્ડ કિંમતની સપાટી બનાવી રહ્યું છે. તેવામાં છેલ્લે એટલે કે 5 મે 2023ના રોજ સોનાએ ફરી અસામાન્ય રીતે ઉછળીને પોતાની નવી રેકોર્ડ કિંમત બનાવી હતી. MCX પર નોંધાયેલ આ નવી રેકોર્ડ કિંમત મુજબ એક તોલા સોનું 61,552 રુપિયા પર ટ્રેડ થયું હતું.દેશના વિવિધ શહેરમાં આજે સોનાની કિંમત (સોર્સ-goodreturns.in)

શહેર 22 કેરેટ 24 કેરેટ 18 કેરેટ
Chennai ₹ 57,850 ₹ 63,110 ₹ 47,390
Mumbai ₹ 57,350 ₹ 62,560 ₹ 46,920
Delhi ₹ 57,500 ₹ 62,710 ₹ 47,040
Kolkata ₹ 57,350 ₹ 62,560 ₹ 46,920
Bangalore ₹ 57,350 ₹ 62,560 ₹ 46,920
Hyderabad ₹ 57,350 ₹ 62,560 ₹ 46,920
Kerala ₹ 57,350 ₹ 62,560 ₹ 46,920
Pune ₹ 57,350 ₹ 62,560 ₹ 46,920
Vadodara ₹ 57,400 ₹ 62,610 ₹ 46,960
Ahmedabad ₹ 57,400 ₹ 62,610 ₹ 46,960

સોનાની શુદ્ધતાના માપદંડ

કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.આ રીતે સોનાની શુદ્ધતા ચકાસો

જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. ‘BIS Care app’ મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.

(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. News Inside ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

Related Posts