હર્ષ સંઘવીએ આજે ફરી એકવાર લોકોને ન્યૂડ કોલથી સાવચેત રહેવા અપીલ કરી

by ND
A nude call would come Don't panic at all: Harsh Sanghvi

રાજ્યમાં ન્યૂડ કોલ અને હની ટ્રેપ જેવી ઘટનાને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. આ દરમિયાન ફરી એકવાર રાજ્યના ગૃહમંત્રીએ લોકોને ન્યુડ કોલને લઈ આશ્વાસન આપ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈએ પણ હવે આ બાબાતે જરાપણ ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો. હર્ષ સંઘવીએ કહ્યું કે, અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ.

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે ફરી એકવાર લોકોને ન્યૂડ કોલથી સાવચેત રહેવા અપીલ કરી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, કોઈના ઉપર ન્યૂડ કોલ આવે તો ગભરાવવાની જરૂર નથી. ન્યૂડ કોલ જેવી ટ્રેપના કારણે આત્મહત્યા કરવા માટેના પગલાંઓ ભરાય છે પણ હવે આવી ઘટનાઓમા જરાપણ ગભરાવવાની જરૂર નથી. હર્ષ સંઘવીએ જનતાને અપીલ કરી કે, ન્યૂડ કોલ બાદ તરત જ પોલીસ ફરિયાદ કરો, અમે આવું કૃત્ય કરનારને પકડવા માટે કટિબંધ છીએ.

‘સાયબર ફ્રોડ સામેની લડાઈનો કાર્યક્રમ’
આ પહેલા પણ હર્ષ સંઘવીએ સુરતના એક કાર્યક્રમમાં ટકોર કરી હતી કે ઘરના સભ્યો, પરિચિતોને સાયબર ફ્રોડની જાણકારી આપજો તેમજ દીકરીઓ રિલ્સ બનાવે એમાં કાઈ ખોટું નથી પણ સેફ્ટિનું ધ્યાન રાખવું જોઈએ.

‘અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારો’
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઘરમાં પરિજનોને સમજાવો અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારે અને ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી. શરમ ન કરો અને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. વધુ કહ્યું કે, ભૂલ કોઇથી પણ થઇ શકે અને આવા કિસ્સામાં અરજદારનું નામ જાહેર નહી થાય. કેટલાક લોકો બદનામીના લીધે આગળ નથી આવતા તેમને ખૂલીને પોલીસને ઘટના જણાવવા અપીલ કરી હતી

Related Posts