બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અનેક સેલેબ્સ છે માતાની કાર્બનકોપી

by ND

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં અનેક અભિનેત્રીઓ એવી છે જે લુકમાં એમની માતા જેવી દેખાય છે. પહેલી નજરે તો ચખ્યાલ જ ન આવે તેટલી અદલોઅદ્લ છે.બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી એક્ટ્રેસ માતાની કાર્બન કોપી છે. બી ટાઉનની અનેક સેલેબ્સ દેખાવમાં એની માતા જેવી લાગી છે. આ સાથે મા-દીકરી વચ્ચે ઘણું બોન્ડિંગ પણ છે. આમ, આ લિસ્ટમાં પહેલાં સારા અલી ખાન અને અમૃતા સિંહ આવે છે.

સારા અલી ખાન માતા અમૃતા સિંહ જેવી દેખાય છે. સારા અને માતા અમૃતા ઘણી વાર એક સાથે જોવા મળતા હોય છે.

ઇશા દેઓલનું નામ પણ આ લિસ્ટમાં શામેલ છે. ઇશા દેઓલને જોશો તો તમને ખ્યાલ આવશે કે એનો ફેસ વેટરન એક્ટ્રેસ અને માતા હેમા માલિની જેવો લાગે છે. આ બન્ને વચ્ચે બોન્ડિંગ પણ બહુ જોરદાર છે. ઇશા અને હેમા માલિની એક જેવા દેખાય છે.

ટ્વિંકલ ખન્ના અને મોમ ડિમ્પલ કાપડિયાના અનેક ફિચર્સ મળતા આવે છે. ટ્વિંકલ ખન્ના અને ડિમ્પલ કાપડીયા વચ્ચે બોન્ડિંગ પણ સારું છે. બન્ને સાથે જોશો તો હૂબહુ એક જેવા દેખાય છે.

આલિયા ભટ્ટ અને એની માતા સોની રાજદાન જેવી લાગે છે. આ બન્ને ફિચર્સ ખૂબ મળતા આવે છે. આલિયા દેખાવમાં સુપર ક્યૂટ છે. આલિયાની વધતી ઉંમર દેખાતી નથી.

સોહા અલી ખાન એની માતા અને વેટરન એક્ટ્રેસ શર્મિલા ટાગોરની જેવી દેખાય છે. સોહા અલી ખાન અને માતાની વચ્ચે ગજબનું બોન્ડિંગ છે. સોહા અલી ખાન અને શર્મિલા ટાગોર અનેક વાર સાથે જોવા મળતા હોય છે. જો કે આ બન્નેની જોડી ફેન્સને પણ ખૂબ પસંદ પડે છે.

કરિશ્મા કપૂર માતા બબીતા કપૂરની કાર્બન કોપી લાગે છે. માતા અને દીકરી વચ્ચે ગજબનું બોન્ડિંગ છે. કરિશ્મા કપૂર એક સમયનો ફેમસ ચહેરો હતો. જો કે હાલમાં એક્ટ્રેસ ફિલ્મી દુનિયાથી દૂર છે.

કાજોલ અને માતા તનુજા એક જેવા દેખાય છે. તનુજાની જૂની તસવીરો સાથે કાજોલની ફોટો મેચ કરવામાં આવે તો માતાની કાર્બનકોપી જેવી લાગે છે. કાજોલ પણ હાલમાં ફિલ્મી દુનિયાથી દૂર છે, જ્યારે પતિ અજય દેવગન આ વર્ષે અનેક ફિલ્મોમાં મલ્ટીપ્લેક્સમાં ધૂમ મચાવશે. આ વર્ષે અજય દેવગનની અનેક ફિલ્મો રિલીઝ થઇ શકે છે.

Related Posts