અનંત રાધિકાનું 3દિવસનું પ્રિવેડિંગ શરુ

Anant Radhika's 3-day prewedding begins

by ND
અનંત રાધિકાનું 3દિવસનું પ્રિવેડિંગ શરુ

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ

જામનગરમાં આજથી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ છે. અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ-હોલીવુડના સ્ટાર્સ પણ જામનગર પહોંચ્યા છે. રિલાયન્સ ગ્રીન્સમાં 3 માર્ચ સુધી પ્રી-વેડિંગ ફંક્શન ચાલશે. જેમાં અલગ-અલગ ઇવેન્ટ્સમાં બોલીવૂડ-હોલીવૂડ સ્ટાર્સ પર્ફોમ કરશે. જામનગરમાં અનંત-રાધિકાના લગ્નને લઇને વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેમાં અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે.ગ્લેમર વર્લ્ડની વાત કરીએ તો અભિનેતા અર્જૂન કપૂર અને બોલીવુડના ભાઇજાન સલમાન ખાન પણ જામનગરના મહેમાન બન્યા છે. 1થી 3 માર્ચ સુધી ચાલનાર ઉજવણીની અલગ અલગ ઇવેન્ટ્સમાં બોલીવુડના કલાકારો પણ પર્ફોમ કરવાના છે ત્યારે એક બાદ એક સેલિબ્રટીઓનું જામનગરમાં આગમન થઈ રહ્યું છે. તો ટૂંક સમયમાં શાહરૂખ ખાન પણ જામનગર પહોંચશે. ત્યારે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સમારંભમાં બોલીવુડના સિતારાઓનો ઝગમગાટ જામશે.ગઈકાલે ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે જામનગર પહોંચ્યા હતા.

Related Posts