વડોદરામાં ભારતીય મહિલા ટીમના પૂર્વ કોચના ઘરે SOGના દરોડા, રોકડ રકમ સાથે કરી ધરપકડ

by ND

News Inside Vadodara : ભારતીય મહિલા ક્રિકેટ ટીમના પૂર્વ કોચના ઘરે SOG દરોડા પડ્યા હતા પુર્વ કોચ તુષાર આરોઠેના ઘરે દરોડા દરમિયાન 1.39 કરોડની રોકડ મળી આવી હતી. આટલી મોટી રકમ તપાસમાં ખુલ્યું કે પુત્ર રિષિ આરોઠે દ્વારા આંગઢિયા મારફતે મોકલવામાં આવી હતી.અગાઉ. રિષિ આરોઠે કિક્રેટ સટ્ટા અને ચિટિંગના કેસમાં સંડોવાયો હતો.. હાલ પોલીસે આ મામલે તુષાર આરોઠેની અટકાયત કરી છે. SOGએ આ કેસમાં અન્ય બે વ્યક્તિઓની પણ અટકાયત કરી છે.

તુષાર આરોઠેની અગાઉ 2019માં સટ્ટા કેસમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તુષાર આરોઠે સહિતના સટોડિયાઓ અલકાપુરીના એક કાફેમાં પ્રોજેક્ટર ઉપર મેચ જોતાંજોતાં મોબાઈલના વિવિધ સોફ્ટવેરની મદદથી સટ્ટો રમતા હતા.. ત્યારે આ વખતે ફરીએકવાર તુષાર આરોઠે તેમના ઘરેથી મળી આવેલી માતબર રકમને લઇને ચર્ચામાં આવ્યા છે.

Related Posts