કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ આપ્યું રાજીનામું

by ND

આખરે ગુજરાતના પહેલી હરોળના નેતાઓમાંથી એક અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ પણ પંજાનો સાથ છોડી દીધો છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બાદ પોરબંદરના કોંગ્રેસના ધારાસભ્યએ પણ કોંગ્રેસ છોડવાનો નિર્ણય લઈ લીધો છે.

અમદાવાદઃ અંબરીશ ડેર બાદ હવે કોંગ્રેસને સૌથી મોટો ફટકો અર્જુન મોઢવાડિયાનો લાગ્યો છે. અંબરીશ ડેરે કોંગ્રેસને અલવિદા કર્યું ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ બની હતી. જાન્યુઆરીના અંતમાં જ્યારે સીજે ચાવડાએ રાજીનામું આપ્યું ત્યારે પણ સીજે ચાવડાનું નામ ચર્ચામાં આવી ગયું હતું પરંતુ તેમણે આ વાતને ફગાવી દીધી હતી. જોકે, હવે તેમણે આખરે જે અટકળો હતી તેને સાચી પૂરવાર કરી દીધી છે. કોંગ્રેસ પોતાના પહેલી હરોળના નેતાને સાચવવામાં થાપ ખાઈ ગઈ હોવાની ચર્ચાઓ હવે શરુ થઈ ગઈ છે. અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું સોંપ્યું છે.

પ્રખર કોંગ્રેસી મનાતા સીજે ચાવડાએ જ્યારે કોંગ્રેસ છોડીને અટકળો પર પૂર્ણ વિરામ મૂક્યું હતું ત્યારે જ અર્જુન મોઢવાડિયા પણ ભાજપમાં આવી રહ્યા હોવાની ચર્ચા અને સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, એ સમયે ચર્ચાએ એટલી વધી ગઈ હતી કે ખુલ અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર પોતાની વાત જણાવી હતી કે, “મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.”

Related Posts