ગુગલ સોલ્વ કરશે ગણિતના દાખલા, કેમેરાથી દરેક સમસ્યાનું કરશે સમાધાન

by ND

ણી વખત ગણિતના પ્રશ્નો એટલે ઈક્વેશન ખૂબ જટિલ બની જાય છે અને ઉકેલવાનું નામ પણ લેતા નથી. પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ગણિતના સૌથી અઘરા દાખલા પણ હવે સરળતાથી હલ થઈ જશે. તમારે વધારે વિચારવાની જરૂર નથી, તમારે ફક્ત સ્માર્ટફોનની જરૂર છે અને તમને તરત જ ઉકેલ મળી જશે. આ માટે તમારે ગૂગલની ફોટોમેથ એપનો ઉપયોગ કરવો પડશે, જે મેથ સોલ્વર એપ છે.

તમારે ફક્ત તમારા ફોનના કેમેરાથી ગણિતના પ્રશ્નને સ્કેન કરવાનો રહેશે, અને થોડીક સેકંડમાં ઉકેલ આવી જશે.

ફોટોમેથ તમને ગણિતના દાખલાના જવાબો જ નહીં પણ સંપૂર્ણ ઉકેલ એટલે કે કેવી રીતે તે દાકલો સોલ્વ કર્યો તેની પદ્ધતિ પણ બતાવે છે. આના પરથી તમે સમજી શકો છો કે જવાબ કેવી રીતે આવ્યો અને પ્રશ્ન હલ કરવાની સાચી રીત કઈ છે. જો તમારા મનમાં ગણિતને લઈને હંમેશા ડર હોય તો ફોટોમેથ તમને મદદ કરશે. આ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ વાલીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

લાખો લોકો ઉપયોગ કરે છે

ગૂગલે તાજેતરમાં ફોટોમેથ એપ ખરીદી છે. હવે આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ગૂગલની ઓફિશિયલ એપ તરીકે દેખાય છે. ફોટોમેથ 2014 માં લોન્ચ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં 10 કરોડથી વધુ ડાઉનલોડ્સ પ્રાપ્ત થયા છે. તેને પ્લે સ્ટોર પર 4.5 રેટિંગ મળ્યું છે.

ફોટોમેથ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમે નીચેની રીતે ફોટોમેથ એપનો ઉપયોગ કરી શકો છો-

  1. પ્લે સ્ટોર પર ફોટોમેથ શોધો અને તેને ઇન્સ્ટોલ કરો.
  2. ફોટોમેથ એપ ખોલો અને તમારા ફોનના કેમેરાને ગણિતની સમસ્યા તરફ નિર્દેશ કરો જે તમને પરેશાન કરી રહી છે.
  3. સમસ્યાને એપની ફ્રેમની મર્યાદામાં રાખો. સચોટ જવાબ માટે આ કરવું જરૂરી છે, જેથી પ્રશ્નનો સાચો જવાબ મળી શકે.
  4. નીચે આપેલ લાલ ગોળ ચિહ્ન પર ક્લિક કરો.
  5. તમે લગભગ તરત જ જવાબ જોશો. જો તમે એપ કેવી રીતે સોલ્યુશન પર આવી તે તપાસવા માંગતા હો, તો સોલ્વિંગ સ્ટેપ્સ બતાવો બટન દબાવો.

આ એપ ગણિતની સમસ્યાઓ ઉકેલવાની તેની ઉત્તમ ક્ષમતા માટે જાણીતી છે. આની મદદથી તમે મૂળભૂત અંકગણિતથી લઈને એડવાન્સ કેલ્ક્યુલસ સુધીના પ્રશ્નો પૂછી શકો છો. આ તમને પ્રશ્નોના જવાબો તબક્કાવાર રીતે આપશે.

Related Posts