અમદાવાદના દાણીલીમડાઆ ફ્લેટમાં આગ લાગતા 15 દિવસના બાળકનું મોત, 8 ની સ્થિતિ ગંભીર , કુલ 27 લોકોનું રેસ્ક્યુ

by ND

News Inside : Ahmedabad

અમદાવાદના દાણીલીમડા ગામમાં પટેલ વાસમાં આપેલા ખ્વાજા ફ્લેટમાં વહેલી સવારે મીટરમાં આગ લાગી હતી. આગ પાર્કિંગથી લઈ બીજા માળ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્લેટના રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. સીડીમાંથી આગ વધુ પ્રસરતા લોકો બહાર નીકળવા ગયા હતા. જેમાં 15 દિવસના બાળક સહિત 9 લોકો દાઝ્યા હતા. જેમને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે 15 દિવસના બાળકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 8 લોકો સારવાર હેઠળ છે. ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી લીધી હતી. ફ્લેટમાં રહેતા 27થી વધુ લોકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારી લીધા હતા.

Related Posts