મારી સાથે ઈમોશનલ ગેમ રમાઇ, મારી અંતિમવિધિ ખાચર જ કરે, સુસાઇડ નોટ આત્મ હત્યા

by ND

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ગઈકાલે એક મહિલા ડોક્ટરે આપઘાત કર્યો હતો. મહિલા ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખામાં અધિકારીને મળવા આવ્યા હતા તે દરમિયાન તેનું મોત થયું હતું. આથી ગાયકવાડ હવેલી પોલીસે મહિલા ડોક્ટરના મૃતદેહને પીએમમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતક પાસેથી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં EOWના PI બી.કે ખાચર અને મહિલા ડોક્ટર વચ્ચે પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ થયો છે.

E ડિવિઝન ઇન્ચાર્જ એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે વૈશાલી જોશી નામની યુવતીની ક્રાઇમ બ્રાન્ચના અંદર આવેલા બાકડા પરથી ડેડબોડી મળી હતી. મૃતક પાસેથી એક પાનાની સુસાઈડ નોટ મળી આવી છે અને એક ડાયરી પણ મળી આવી છે. ડાયરી જે રોજ લખતા હોય તે પ્રકારની ડાયરી છે. સુસાઈડ નોટમાં લખ્યું કે, મારી સાથે ઈમોશનલ ગેમ રમાય છે. હું જે પગલાં ભરવા જઇ રહી છું તેના માટે બી.કે. ખાચર જવાબદાર છે. મારા મોત બાદ અંતિમવિધિ બી.કે. ખાચર જ કરે તેવી મારી ઈચ્છા છે.

Related Posts