શૈતાન ફિલ્મએ ગંગુબાઈ કાઠીયાવાડીનો રિકોર્ડ તોડયો

by ND

News Inside 

ગયા અઠવાડિયે અજય દેવગન અને માધવન સ્ટારર હોરર ફિલ્મ ‘શૈતાન’ રીલિઝ થઈ હતી. ફિલ્મે તેના પહેલા વીકએન્ડમાં કુલ 54 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સોમવારે ફિલ્મે 7.25 કરોડની કમાણી કરી હતી. મંગળવારે 6.5 કરોડની કમાણી કરી હતી. બુધવારે રૂ. 6.25 કરોડ એકત્ર કર્યા હતા.  ગુરુવારે 5.75 કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 79.75 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.

તમને જણાવી દઈએ કે આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ એ સાત દિવસમાં 68.93 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો શેતાન આ રેકોર્ડને તોડી નાખ્યો છે.

Related Posts