સુરેન્દ્રનગર :વ્યાજખોરોએ હદ વટાવી, 2 મહિલા અને બાળકોનું અપહરણ

by ND

News Inside 

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર પૈસા વ્યાજે આપી મૂડી કરતા વધુ પૈસા પડાવતા વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. પૈસા આપે ત્યારે જ 10 ટાકા અને 20 ટાકા મુજબ મૂડી માંથી પૈસા કાપીને આપતા હોય છે ત્યાર બાદ જ્યાં સુધી મૂડી પછી ન મળે ત્યાં સુધી વ્યાજ વસુલ કરવામાં આવતું હોય છે. એવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરનો સામે આવ્યો છે.  વ્યાજખોરોએ હવે તો હદ વટાવી દીધી છે.

સુરેન્દ્રનગરમાં રહેતા એક યુવકે પૈસાની જરૂરિયાત હોવાથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજે પૈસા લેતા સમયે જ ટકાવારી મુજબ વ્યાજ કાપીને પૈસા આપ્યા હતા ત્યાર બાદ દરમહિને વ્યાજખોરો દ્વારા વ્યાજના રૂપિયા વસુલ કરવામાં આવતા હતા. ગરીબ યુવક વધુને વધુ ગરીબ બની ગયો હતો. યુવક સમયસર વ્યાજના પૈસા ન આપતા વ્યાજખોરોએ સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી.

યુવક પાસે પૈસા ન હોવાના કારણે ઉઘરાણી કરવા યુવકના ઘરે પોહ્ચેલા વ્યાજખોરોએ 2 બાળકો અને 2 મહિલાઓને ઘરેથી ધોળા દિવસે ગાડીમાં ઉઠાવી લઈને અપહરણ કર્યું હતું. ઘરે ત્રણ લોકો ગયા હતા. યુવકે સમગ્ર ઘટના પોલીસ સ્ટેશનમાં જણાવી હતી.  પોલીસે અપહરણકારો વિરુદ્ધમાં  ગુનો નોંધી તપાસ હાથધરી હતી. ચોટીલા પોલીસે અપહરણ કરનાર વ્યાજખોરોને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા.

Related Posts