અમદાવાદ : પોલીસની દીકરીને સાથે દુષ્કર્મ, ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

by Bansari Bhavsar

News Inside :  અમદાવાદમાં પોલીસકર્મીની દીકરી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે, શહેરના ઓઢવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, લગ્નની લાલચ આપીને યુવાને પોલીસકર્મીની દીકરી સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, હાલમાં આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. માહિતી અનુસાર, અમદાવાદના ઓઢવમાં રહેતા એક પોલીસકર્મીની દીકરી જેની સગાઇ પંચમહાલના શહેરા ગામના યુવક સાથે થઇ હતી.

સગાઇ બાદ એક યુવક યુવતી પર વારંવાર નજર નાંખતો અને ઘરમાં અવરજવર કરતો હતો. આ બધાની વચ્ચે યુવકને મોકો મળતાં જ પોલીસકર્મીની દીકરીને લગ્નની લાલચ આપીને સંકજામાં ફસાઇ હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. હાલમાં આ ઘટનાને લઇને ઓઢવ પોલીસ સ્ટેશનમાં પૉક્સો એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

Related Posts