ભાજપે ચોથી યાદીમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા: પુડુચેરીમાંથી 1 અને તામિલનાડુમાંથી 14

by ND
BJP announced the names of 15 candidates in the fourth list

ભારતીય જનતા પાર્ટીએ શુક્રવારે પુડુચેરી અને તામિલનાડુના લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. એમાં 15 નામ જાહેર કરાયાં છે. ત્રીજી યાદી ગઈકાલે જાહેર કરવામાં આવી હતી.

ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

ભાજપની લોકસભા ઉમેદવારોની ચોથી યાદી જાહેર

તામિલનાડુ: ઉમેદવારોનાં નામ
તિરુવલ્લુવર: પીવી બાલગણપતિ
ચેન્નઈ નોર્થ: આરસી પોલ કનગરાજ
તિરુવન્નામલાઈ: એ. અશ્વથામન
નમક્કલ: કે.પી. રામલિંગમ
તિરુપ્પુર: એપી. મુરુગાનંદમ
પોલાચી: કે. વસંથરાજન
કરુર: વી.વી. સેંથિલિનાથન
ચિદમ્બરમ: પૂ. કરથિયાયીની
નાગપત્તનમ: એસજીએમ રમેશ
તંજાવુર: એમ. મુરુગાનંદમ
શિવગંગા: દેવનંથન યાદવ
મદુરાઈ: રામા શ્રીનિવાસન
વિરધુનગર: રાધિકા સરથકુમાર
તેંકાશી: બી. જોન પાંડિયન

પુડુચેરીની સીટ પર ભાજપના ઉમેદવારનું નામ
પુડુચેરી: એ. નમસ્સિવાયમ

ભાજપે ત્રીજી યાદી જાહેર કરી હતી:તામિલનાડુથી 9 ઉમેદવારનાં નામ; પૂર્વ ગવર્નર તમિલિસાઈ, કેન્દ્રીય મંત્રી મુરુગન અને પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈને ટિકિટ

ભાજપની ત્રીજી યાદીમાં તામિલનાડુથી 9 ઉમેદવારની જાહેરાત કરવામાં આવી હતી. એમાં તેલંગાણાના રાજ્યપાલ રહી ચૂકેલા તમિલિસાઈ સૌંદરારાજનને ચેન્નઈ સાઉથથી ટિકિટ આપવામાં આવી છે. રાજ્ય ભાજપના અધ્યક્ષ કે. અન્નામલાઈને કોઈમ્બતોરથી અને કેન્દ્રીય મંત્રી એલ. મુરુગનને નીલગિરિથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

તામિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠક છે, જેમાંથી ભાજપે 10 ​​પીએમકેને આપી છે. પાર્ટીએ અત્યારસુધી 276 સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી.

ભાજપની બીજી યાદીમાં 72 ઉમેદવાર જાહેર કર્યા હતા: ખટ્ટર કરનાલ, પીયૂષ ગોયલ ઉ.મુંબઈ, ગડકરી નાગપુરથી લડશે

લોકસભા ચૂંટણી માટે બીજેપીની બીજી યાદીમાં 72 નામ જાહેર કરાયાં હતાં. પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર કરનાલથી ચૂંટણી લડશે. આ સિવાય હર્ષ મલ્હોત્રાને પૂર્વ દિલ્હીથી અને યોગેન્દ્ર ચંદોલિયાને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ટિકિટ મળી છે.

બીજી યાદીમાં બીજેપીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર-હવેલીમાંથી 1, દિલ્હીથી 2, ગુજરાતના 7, હરિયાણામાંથી 6, હિમાચલ પ્રદેશમાંથી 2, કર્ણાટકના 20, મધ્યપ્રદેશમાંથી 5, મહારાષ્ટ્રમાંથી 20, તેલંગાણામાંથી 6, ત્રિપુરામાંથી 1, ઉત્તરાખંડમાંથી 2 ઉમેદવારોની જાહેરાત કરી હતી.

બીજેપીની પ્રથમ યાદી 2 માર્ચે આવી હતી. 16 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં 195 ઉમેદવારનાં નામ જાહેર થયાં હતાં. અત્યારસુધીમાં 267 સીટ પર નામોની જાહેરાત કરવામાં આવી છે.

BJPએ લોકસભા ચૂંટણી ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી હતી:195 નામનો નિર્ણય, વારાણસીથી મોદી અને અમિત શાહ ગાંધીનગરથી લડશે
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદીમાં 195 ઉમેદવારનાં નામ જાહેર કરાયાં હતાં. વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડશે. બે પૂર્વ મુખ્યમંત્રીને ટિકિટ આપવામાં આવી છે, જેમાં 28 મહિલા, 47 યુવાન, 27 એસસી, 18 એસટી અને 57 ઓબીસી ઉમેદવારો સામેલ છે.

આ યાદીમાં ઉત્તરપ્રદેશની 51, પશ્ચિમ બંગાળની 20, મધ્યપ્રદેશની 24, ગુજરાતની 15, રાજસ્થાનની 15, કેરળની 12, તેલંગાણાની 9, આસામની 11, દિલ્હીની 5, જમ્મુ-કાશ્મીરની 2 . ઉત્તરાખંડની 3. અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક સામેલ છે.

Related Posts