પુરુષોત્તમ રૂપાલા: દિલ્હી નથી બોલાવ્યો; આ વિષયને અટકાવીએ, ડિબેટ કરવાથી તેનો અંત આવશે નહીં

by ND
કરણી સેના લડી લેવાના મૂડમાં, સમાજના અગ્રણી શેખાવતે ભાજપ છોડ્યો

રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજના કાર્યક્રમમાં ક્ષત્રિયો અંગે ટીપ્પણી કરતા ક્ષત્રિયો નારાજ થયા હતા. છેલ્લા ઘણાં દિવસથી રાજ્યભરમાં રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. રૂપાલાએ બબ્બેવાર માફી માગી લીધી હોવાછતાં વિરોધ શાંત પડતો નથી. જેને પગલે રૂપાલાને દિલ્હીથી તેડુ આવ્યું હોવાની અટકળો ચાલી હતી. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલાએ આજે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે, મને કોઈએ દિલ્હી બોલાવ્યો નથી. મોહન કુંડરિયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે. આ ઉપરાંત રૂપાલાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની વાતને પણ રદિયો આપતા કહ્યું કે, એ પાર્લામેન્ટ્રી બોર્ડનો વિષય છે.તેની અટકળો ના કરવાની હોય. આજે પહેલી 1 એપ્રિલ છે એટલે એમા પડવું જ ન જોઇએ.

આ વિષયને અટકાવીએ, ડિબેટ કરવાથી તેનો અંત આવશે નહીં

રૂપાલાએ કહ્યું કે, મને દિલ્હીથી બોલાવ્યો નથી પણ ત્રણ-ચાર દિવસમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે જઈ શકું છું.મને ઉમેદવાર પદેથી રદ્દ કરવો કે યથાવત રાખવો એ મુદ્દો પાર્ટી અને સમાજ વચ્ચેનો છે. સમાજને પોતાની વાત કરવાનો અધિકાર છે. મેં માફી માગી લીધી છે. હવે કોમેન્ટ કરવા માગતો નથી. ક્ષાત્ર ધર્મ પ્રમાણે માફી આપી દે એ પ્રકારની વાતો એ અને અમે પણ કરી રહ્યા છીએ. મારે જે કહેવાનું હતું એ કહી દીધું છે. દલિત સમાજ વિષે મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં, મેં એટલું જ કીધું હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો, આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એટલે એમા રાજકીય ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ન હોય. હવે મને એવું લાગે છે કે આ વિષયને અટકાવીએ દઈએ અને તેના પર ડિબેટ કરવાથી તેનો અંત આવશે નહીં.

રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા: પદ્મિનીબા વાળા
શેમળા સંમેલન પૂર્ણ થયા બાદ કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા. આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. કેમ કે, રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટિકિટ માટે તમે લોકો આ બધુ જ બંધ કરો. જીત તો અમારા રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે.

કરણી સેના લડી લેવાના મૂડમાં, સમાજના અગ્રણી શેખાવતે ભાજપ છોડ્યો
ગામેગામ ક્ષત્રિય જાગૃતિ યાત્રાનું આયોજન કરવામાં આવશે રૂપાલા ફોર્મ ભરશે તો ક્ષત્રિય સમાજ જલદ કાર્યક્રમો આપશે રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. ગુજરાત કરણીસેનાના અધ્યક્ષ જે પી જાડેજાએ જણાવ્યું છે કે, કરણી સેના ગામેગામ ક્ષત્રિય જાગૃતિ યાત્રાનું આયોજન કરશે. રુપાલા ફોર્મ ભરશે તેના 24 કલાકમાં આશ્ચર્યજનક કાર્યક્રમો સમગ્ર ભારતમાં આપવામાં આવશે.

Related Posts