રાજ્યમાં ચર્ચાસ્પદ મુદ્દા અંગે ગોતા રાજપૂત ભવન ખાતે મહત્વની બેઠક

by ND
#Rajkot #GujaratPolitics #BJP #KshatriyaCommunity #ElectionControversy #PoliticalDebate #RajputCommunity #LeadershipIssues #CommunityRepresentation #DecisionMaking #PoliticalMeetings #ControversyResolution #SocialJustice #CommunityEmpowerment #DemocracyDialogue

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ કાપી ઉમેદવાર બદલવાની માગણી થઈ રહી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ક્ષત્રિય આગેવાનો જેઓ ભાજપના નેતાઓ છે તેમની વચ્ચે ગઈકાલે થયેલી બેઠક બાદ આજે અમદાવાદના ગોતામાં રાજપૂત સમાજના ભવન ખાતે ગુજરાતના રાજપૂત સમાજની કોર કમિટીની બેઠક મળશે. ત્યારબાદ ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનો સાથે કોર કમિટીની બેઠક મળશે, જેમાં રૂપાલા અંગેના નિર્ણયની ચર્ચા કરવામાં આવશે.

ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલા અને સી.આર. પાટીલ દ્વારા માગવામાં આવેલી નહીં પરંતુ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી અન્ય ઉમેદવાર જ મૂકવામાં આવે તેવી માગ ઉપર અડગ રહેવા મક્કમ હોવાનું જાણવા મળ્યું છે. બપોરે ભાજપના નેતા એવા ક્ષત્રિય આગેવાનોની બેઠક બાદ ગુજરાતની 92 રાજપુત સંસ્થાઓના પ્રતિનિધિઓની આવતીકાલે ગુરુવારે બેઠક મળશે અને જેમાં ભાજપના આગેવાનો સાથે થયેલી ચર્ચા-વિચારણા બાબતે 92 સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જ કોઈ નિર્ણય લેવાઈ શકે છે. આજે આ વિવાદનો અંત આવી શકે છે.

Related Posts