વિદેશીઓને ઠગતું કોલ સેન્ટર ઝડપાયું || News Inside

by ND
Crime News

હેરની વેજલપુર પોલીસે ફતેવાડીમાં આવેલા એક મકાનમાં રેડ કરીને બોગસ કોલ સેન્ટર ચલાવનારની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તે વિદેશી નાગરિકોનો ડેટા અને સોશિયલ સિક્યોરિટી નંબર મેળવીને કેટલીક વિગતો મેળવતો હતો. બાદમાં આ લીડ તે દિલ્હીના એક શખ્સને મોકલતો હતો. જે શખ્સ અલગ અલગ પ્રોસેસના નામે વિદેશી નાગરિકો પાસેથી પૈસા ખંખેરતો હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે લેપટોપ અને ત્રણ ફોન કબ્જે લઇ તેનો ડેટા મેળવવા એફએસએલની મદદ લીધી છે.

વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ આર. એમ. ચૌહાણની ટીમને બાતમી મળી હતી કે ફતેવાડીના ફાતેમા રેસિડેન્સીમાં એક શખ્સ બોગસ કોલ સેન્ટર ચલાવે છે. જેથી પોલીસે અહીં ડુપ્લેક્ષ નં-4માં રેડ કરતા ત્યાંથી બોગસ કોલ સેન્ટર ચલાવનાર સોહિલ પરવેઝ શેખની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીના ઘરમાંથી લેપટોપ અને મોબાઇલ ફોન કબ્જે લઇ તપાસ કરતા તેમાંથી વિદેશી નાગરિકોનો ડેટા મળી આવ્યો હતો. પોલીસે વધુ પૂછપરછ કરતા આરોપી એક સોફ્ટવેરના માધ્યમથી અમેરિકન નાગરિકોને લોન અપાવવાના બહાને વિદેશી નાગરિકોનો નામ-સરનામા અને મોબાઇલ નંબરનો ડેટા મેળવતો હતો. જે લીડ દિલ્હીના શખ્સને મોકલતો હતો અને તે ડેટા આધારે જુદી જુદી પ્રોસેસના બહાને દિલ્હીનો હબીબ શેખ પૈસા પડાવી છેતરપિંડી કરતો હતો. આરોપી વિદેશી નાગરિકોને ફોન કરીને સોશિયલ સિક્યોરિટી નંબર પણ મેળવતો હતો. બાદમાં તે તમામ ડેટા એક વેબસાઇટમાં નાખીને તમામ ડિટેઇલ હબીબ શેખને આપતો હતો. આરોપી હબીબ શેખ જુદી જુદી પ્રોસેસિંગનું કોલિંગનું કામ કરી ગિફ્ટ વાઉચર મેળવી ઠગાઇ કરતો હતો.

Related Posts