ક્ષત્રિય સમાજનું રાજકોટમાં મહા સંમેલન યોજાશે; એક જ માગ, રૂપાલાની ટિકિટ રદ કરો

by ND
rupala vivad, rupala on kshatriya, rupala and crpatil, #KshatriyaUnity #RajkotStrategyMeeting #PurushottamRupalaControversy #KshatriyaPride #RajkotRally #KshatriyaCommunity #RupalaApology #KarniSenaProtest #BJPControversy #PoliticalApologies #KshatriyaSolidarity #RajkotGathering #YouthEmpowerment #SistersSupport #CommunityStrength #PoliticalBacklash #RupalaStatement #BJPResponse #RajkotProtest #SocialJustice

કોર કમિટીના આઠ જેટલા સભ્યોની સવારે 11 વાગ્યે રાજકોટમાં બેઠક થશે. જેમાં પુરુષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન સામે રાજકોટ સહિત રાજ્યભરમાં કઈ રીતે લડત ચલાવવી તે માટેની રણનીતિ નક્કી કરવામાં આવશે. જેમાં ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અને પ્રદેશ અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. બપોરે બેઠક બાદ સાંજે રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે ક્ષત્રિય સમાજના યુવાનો, બહેનો અને વડીલો એકત્ર થશે અને ત્યાંથી કલેક્ટર કચેરી સુધી મહારેલી યોજાશે.

જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરથી ક્ષત્રિયો ઉમટશે
મહારેલીમાં જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાંથી બહેનો બસો મારફત રાજકોટ આવવા નીકળી ચૂકી છે. શહેરના બહુમાળી ભવન ચોક ખાતે સાંજે 4 વાગ્યે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો એકત્રિત થવાના છે.

ઉલ્લેખનીય છે કે, પુરુષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે જે ટિપ્પણી કરવામાં આવી હતી તેનાથી રાજકોટ સહિત રાજ્ય તેમજ રાષ્ટ્રના ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે. રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ગોંડલમાં મળેલા સંમેલન દરમિયાન જાહેરમાં હાથ જોડી માફી માગવામાં આવી હતી. આ ઉપરાંત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પણ હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માગવામાં આવી હતી. પરંતુ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા નિવેદનથી ક્ષત્રિય સમાજના કરણી સેના સહિતના યુવાનો તેમજ બહેનો રોષે ભરાયા છે અને રૂપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી એક જ માગ કરી રહ્યા છે.

Related Posts