અમદાવાદ એરપોર્ટ પરથી 700 ગ્રામ સોના સાથે પાંચ કેરિયર ઝડપાયા || NresInside

by ND
#AhmedabadAirport #GoldTheft #CustomsClearance #AirportSecurity #Peddlers #GoldSmuggling #PoliceInvestigation #CriminalActivity #ArrestsMade #CrimeBranchInvestigation #AirportRobbery #GoldHeist #SmugglingRing #UndercoverOperation #IllegalActivities #LawEnforcement #GoldTrafficking #CriminalNetwork #PoliceRaids #CrimePrevention

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરી અટકાવવા માટે ખાસ મહેનત કરવામાં આવતી હોવાની વાતો થઇ રહી છે ત્યારે જ દાણચોરીનું સોનું કસ્ટમ્સ ક્લિયરન્સમાં કાઢીને બહાર આવી ગયેલા પેડલર સહિત પાંચ લોકોને 701.41 ગ્રામ દાણચોરીના સોના સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધા હતા. કેરિયર દુબઇથી સોનાની પેસ્ટ બનાવી તેને સર્જીકલ ટેપમાં લપેટી અન્ડર ગાર્મેન્ટમાં છુપાવીને લાવતો હોવાની વિગતો પોલીસને મળી હતી.

કેરિયર પાસે દાણચોરીનું સોનું મગાવતો મુખ્ય સૂત્રધાર આ સોનું માણેકચોકમાં વેચતો હોવાની કબૂલાત કરી છે. પોલીસે કસ્ટમ્સને જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેક્ટર એસ.જે. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે દાણચોરીનું સોનું લઇ કેરિયર સહિત પાંચ જણા એરપોર્ટ તરફથી આવી રહ્યા છે. જેને પગલે તેમને ડફનાળા નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી પોલીસને રૂ. 52.25 લાખનું 701.41 ગ્રામ દાણચોરીનું સોનું મળી આવ્યું હતું. પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે સમગ્ર કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અનંત શાહ છે. તે જમીન લે-વેચ તથા સોનાની દાણચોરી તથા લે-વેચનું કામ કરે છે. તે પોતાના મળતિયા મારફતે કેરિયર શોધી તેને દુબઇ કે શારજાહ ફરવા મોકલતો અને પરત આવતી વખતે તેને સોનું લઇને આવવાનું હોય છે. દુબઇથી જ ચોક્કસ માણસો સોનાનો પાવડર બનાવી તેની પેસ્ટ બનાવી દેતા હોય છે. તેના પર કેમિકલનો ઢોળ ચડાવી તેને સર્જીકલ ટેપમાં છુપાવીને કેરિયરને આપતા હોય છે. કેરિયર આ સોનું પોતાના અન્ડર ગર્મેન્ટમાં છુપાવીને લાવતો હોય છે. આ ઘટનામાં કેરિયર આશિષ કુકડિયા છે. તે દુબઇથી સોનું લઇને આવ્યો હતો. અનંત અને તેના માણસો કલ્યાણ, નવઘણ અને નિલેશ સાથે તેને લેવા ગયો હતો સોનું લઇને તમામ આવતા હતા ત્યારે જ પોલીસે ઝડપી લીધા છે. અનંતે કબૂલાત કરી છે કે તે સોનું માણેકચોકમાં વેચતો હતો.

દાણચોરોની મીટિંગ એરપોર્ટ રોડ પરની રેસ્ટોરાંમાં થાય છે

દાણચોરો પેડલરને લઇને એરપોર્ટ પરથી નીકળે ત્યારે તેમની સાથે તેમની સાથે સંકળાયેલા તમામ લોકોની મીટિંગ એરપોર્ટ રોડ પર આવેલા એક ગાર્ડન રેસ્ટોરાંમાં થાય છે. જ્યાં નોનવેજ પાર્ટી સાથે તમામના ભાગ પાડવામાં આવે છે.

સ્થાનિક પોલીસની જાણકારીમાં જ તમામ પેડલરો નિશ્ચિંત

એરપોર્ટ પરથી થોડા વર્ષો પહેલાં જ કસ્ટમ્સ ઓફિસરની સંડોવણીથી 1400 કરોડના સોનાની દાણચોરી થઇ હતી.એરપોર્ટમાં કસ્ટમ્સ ક્લિયરન્સમાં ગોઠવણ હોવાથી પેડલર સોનું લઇને બહાર આવી જાય છે. સ્થાનિક પોલીસ હવે તો તમામ પડલરોને નામથી ઓળખતી થઇ ગઇ છે પરંતુ તેઓ ક્યાંય તેના પર હાથ નાખતા નથી.

ઝડપાયેલા આરોપીઓ
અનંત અશોકભાઇ શાહ (સારાંશ ફ્લેટ, દેવ હોસ્પિટલ પાસે, વાસણા)
કલ્યાણ કરસનભાઇ પટેલ (કોટડા ગામ, પટેલવાસ તા. દિયોદર, બનાસકાંઠા)
નવઘણભાઇ બચુજી ઠાકોર (વાસણા ગામ ઠાકોરવાસ)
નિલેષ વરવાભાઇ દેસાઇ (શ્રીરામ પાર્ક, સોસાયટી, એકતા ટાવર પાસે, વાસણા)
આશિષ જમનભાઇ કુકડિયા (કામનાથનગર, મધુરમ ટીમ્બા, જૂનાગઢ)

Related Posts