Ram Charan: રામ ચરણને 39 વર્ષની ઉંમરે ડૉક્ટર ઓફ લિટરેચરની માનદ ડિગ્રી એનાયત

by ND

Ram Charan Received Honorary Doctorate: સાઉથના ફેમસ એક્ટર રામ ચરણ આ દિવસોમાં ઘણા કારણોસર ચર્ચામાં રહે છે. અભિનેતા હાલમાં તેના આગામી પ્રોજેક્ટને લઈને ચર્ચામાં છે. બીજી તરફ, તે માનદ પદવી મેળવવા માટે પણ ચર્ચામાં છે.

રામ ચરણ ને વેલ્સ યુનિવર્સિટી ચેન્નાઈ તરફથી માનદ પદવી એનાયત કરવામાં આવી છે. અભિનેતાએ આ ખાસ ક્ષણ ની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.

રામ ચરણની સાથે તેમની પત્ની ઉપાસના કામિનેની પણ હાજર હતી. રામ ચરણની સાથે આ ક્ષણ તેમના પરિવાર અને મિત્રો માટે પણ ખાસ છે.

લાલ કલરનું ગ્રેજ્યુએશન ગાઉન પહેરીને ડિગ્રી મેળવતા રામ ચરણના ફોટા સાથે કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. યુનિવર્સિટી ઓફ વેલ્સના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક ગ્રુપ ફોટો પણ શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘થિરુ! રામ ચરણ. ભારતીય એક્ટર, ફિલ્મમેકર અને બિઝનેસમેન તેના 14મા વાર્ષિક એનુઅલ કોન્વોકેશનમાં યુનિવર્સિટી ઓફ વેલ્સ તરફથી ડૉક્ટર ઓફ લિટરેચર ની માનદ ડિગ્રી પ્રાપ્ત કરી રહ્યા છે.’

ઉપાસના એ તેના પતિની સિદ્ધિ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ સાથે તેમણે કહ્યું કે, ‘કોલ મી ડોક્ટર.’ રામ ચરણ ના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેની પાસે ફિલ્મ ‘RC16’ છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર પણ હશે. આ ફિલ્મમાં તે હોવાની સત્તાવાર જાહેરાત અભિનેત્રી ના જન્મદિવસ પર કરવામાં આવી હતી. આ પહેલીવાર છે જ્યારે લોકોને રામ ચરણ અને જ્હાન્વી કપૂરની જોડીને સિલ્વર સ્ક્રીન પર જોવાનો મોકો મળશે.

Related Posts