ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી

by Bansari Bhavsar

દર વર્ષે 25 એપ્રિલે ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ગુજરાત સાયન્સ સિટી ખાતે પણ ‘વિશ્વ પેંગ્વિન દિવસ’ની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીના સ્ટાફ તેમજ પોપ્યુલરાઈઝેશન વિભાગ સહિતના અન્ય સ્ટાફના સભ્યોને પેંગ્વિન વિશે માહિતગાર કરવામાં આવ્યા.
જેમાં તેમને આફ્રિકન પેંગ્વિન, નોર્ધન રોકહોપર પેંગ્વિન, કિંગ પેંગ્વિન, યેલ્લો આઈડ પેંગ્વિન, ચિન સ્ટ્રેપ પેંગ્વિન, ઓસ્ટ્રેલિયન લિટ્ટલ પેંગ્વિન સહિતના વિવિધ પેંગ્વિન વિશે અને તેમના રહેણાંક વિશે રસપ્રદ માહિતી આપવામાં આવી. ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં રાખવામાં આવેલા પાંચ પેંગ્વિનની દેખરેખ રાખતા કર્મચારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી. આ ઉપરાંત તમામ સહભાગી કર્મચારીઓને પેંગ્વિનના સંરક્ષણ અંગેની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરીમાં વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો સાથે પાંચ સાઉથ આફ્રિકન પેંગ્વિન પણ છે. જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે. આ પાંચેય પેંગ્વિનના નામ પુમ્બા, ટિમોન, નિમો, સ્વેન અને મુશુ -એવા રાખવામાં આવ્યા છે. આ પાંચેય પેંગ્વિનનું નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે.
સમાજને વિજ્ઞાન સાથે જોડવાના ધ્યેયને અનુલક્ષીને, સાયન્સ સિટી વિવિધ આઉટરિચ કાર્યક્રમો, હેંડ્સ ઑન એક્ટિવિટીઝ, વૈજ્ઞાનિકો સાથેના સંવાદ, તથા આકાશ દર્શન જેવા વિજ્ઞાન સાથે જોડતા વિવિધ રસપ્રદ અને આકર્ષક કાર્યક્રમો સમયાંતરે યોજે છે.
અત્યાધુનિક આકર્ષણો:

રોબોટિક ગેલેરી : અત્યાધુનિક ગેલેરી જે રોબોટિક ક્ષેત્રનો વિકાસ દર્શાવે છે. રોબોટિક ગેલેરી એ તમામ પ્રકારના રોબોટ સાથે ભવિષ્યના માણસ અને મશીન વચ્ચેના સંવાદ ને જાણવા માટેનું ઉત્તમ માધ્યમ છે. પ્રવેશદ્વાર પર ટ્રાન્સફોરમર રોબોટ ની એક વિશાળ પ્રતિમા છે, સ્વાગતકક્ષમાં એક સુંદર હુમનોઈડ રોબોટ , બધા મુલાકાતીઓને આવકારવા માટે છે.
મુલાકાતીઓ રોબોના ઇતિહાસની ગેલેરી અને અલગ અલગ ક્ષેત્રોમાં ચોક્કસ ઉપયોગ માટે બનાવાયેલ રોબોની ગેલેરીઓ જોઈ શકે છે. સ્પોર્ટ- ઑ- મેનીઆ વિભાગમાં રહેલા રોબોટ ગેમ રમે છે, જ્યારે નાટ્ય મંડપમાં રોબોટિક ઓરકેસ્ટ્રા અને ડાન્સ કરાતા રોબોટનો સમૂહ છે. બોટુલિટી વિભાગ જટિલ ક્ષેત્રોમાં રોબોટિક એપ્લિકેશન દર્શાવે છે ; જેમકે સ્પેસમાં , સર્જરીમાં , દીવાલ ચઢવાની કામગીરી , સંરક્ષણના ઉપયોગમાં, વગેરે.
એકવેટિક ગેલેરી :
એકવેટિક ગેલેરી 15,000 સ્કેવર મીટરના વિસ્તારમાં પથરાયેલ અધતન ગેલેરી છે જે 28 મીટર લાંબી વોકવે ટનલ અને વિશાળ સમુદ્રીગૃહ દ્વારા નવીન અને યાદગાર અનુભવ સાથે દરિયાઈ જીવસૃષ્ટિ અને જળજીવોને જાણવા અને માણવાની તક આપે છે. આ માત્ર દેશનું જ નહીં પરંતુ એશિયાના ટોચના એકવેરિયમો માનું એક છે.

ગેલેરીમાં 72 નિદર્શન ટેન્ક છે, નાની થી વિશાળ સાઇઝ ની આ ટેન્કોમાં વિશ્વભરની વિવિધ જળચર પ્રજાતિઓનો સમાવેશ છે. વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ 181 જળ પ્રજાતિઓનું નિદર્શન કરી શકે છે જેમાં ભારતીય, એશિયન, આફ્રિકન, અમેરિકન અને વિશ્વની અન્ય જળચર પ્રજાતિઓનો સમાવેશ છે. ગેલેરીમાં બાળકો અને મોટાઓ માટે સ્પર્શ કરી જાત શૈક્ષણિક અનુભવ મેળવી શકે તે માટે ટચ પુલ્સ પણ છે.

નેચર પાર્ક : 25 એકર થી વધારે વિસ્તારમાં ફેલાયેલા વિશાળ નેચર પાર્કની ડિઝાઇન કુદરતી સાનિધ્ય ને ધ્યાન માં રાખીને કરાઇ છે જેમાં જળાશયો , ફુવારા , બાળકોને રમવાની જગ્યા , આઉટડોર નિદર્શનો અને ઘણું બધુ છે.

નેચર પાર્કમાં ખાસ જગ્યાઓ છે જેમકે ઓક્સિઝન પાર્ક, મિસ્ટ બાંબુ ટનલ , અને કેકટસ એરેના, કલર ગાર્ડન , બટરફલાય ગાર્ડન, ભુલભુલામણી, ચેસ – યગ ગાર્ડન , ઓપન જિમ , અને વિવિધ સ્ક્લ્પ્ચર્સ તથા સેલ્ફી પોઈન્ટ. કુદરત ને લગતા શિક્ષણ આપવા સાથે આ પાર્ક સ્વાસ્થ્ય માટે લાભદાયક છે, અહી તણાવ દૂર થાય છે અને સ્વાસ્થ્ય સુધરે છે.

પેંગ્વિન ગેલેરી
ગુજરાત સાયન્સ સિટીની એકવેટિક્સ ગેલેરીમાં રાખવામા આવેલા 5 પેંગ્વિન આફ્રિકન પેંગ્વિન( સ્પેનિસ્ક્સ ડેમસર્સ) છે. પેંગ્વિનની આ પ્રજાતિ દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે વસે છે, પરંતુ સમગ્ર વિશ્વમાં યોગ્ય માનવ સંભાળ હેઠળ પણ જીવે અને સંવર્ધન કરે છે.

તમામ ઉમરના મુલાકાતીઓને પ્રાણીઓ વિષે જાણવાનું ગમશે અને પેંગ્વિન તો એક અનોખુ પ્રાણી છે. જૈવવિવિધતાની ચર્ચા કરવાનો અને બાળકો તથા સામાન્ય નાગરિકો ને પ્રાણીઓના વસવાટ વિષે શીખવવાનો આ એક અદભૂત માર્ગ છે. ગુજરાત સાયન્સ સિટી દ્વારા પેંગ્વિન વિષે જાગૃતિ અને શિક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને આઉટરીચ પ્રવૃતિઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. આવે

આકાર પામી રહેલી એસ્ટ્રોનોમી અને સ્પેસ ગેલેરી
ગુજરાત સાયન્સ સિટી ખાતે એસ્ટ્રોનોમી અને સ્પેસ ગેલેરી તૈયાર થઈ રહી છી. આવકાશ ક્ષેત્ર ને સમર્પિત આ અત્યાધુનિક ગેલેરીમાં 173 સીટ સાથેનો હાઇબ્રીડ પ્લાનેટોરિયમ રહેશે અને વિવિધ નિદર્શનો છે. આકાશદર્શન માટે 40 ઇંચ અપાર્ચર સાથે ટેલિસ્કોપ છે.

એમપ્ફિથિયેટર : ગુજરાત સાયન્સ સિટી નું એમ્ફિથિયેટર ( ખુલ્લુ થિયેટર) 1200 લોકોની ક્ષમતા ધરાવે છે અને વૈજ્ઞાનિક ઈવેન્ટ માટેનું આદર્શ સ્થળ છે. શિખનારાઓ અને શિક્ષણવિદો માટે વૈજ્ઞાનિક વાતાવરણમાં સંવાદમાટે આદર્શ સ્થળ છે.
એનર્જી પાર્ક : અંદાજે 9000 સ્કેવર મીટરમાં ષટ્કોણ આકારમાં પથરાયેલ એનર્જી એજ્યુકેશન પાર્ક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ નાપાંચ મૂળભૂત પાસાઓ (પંચભૂત) દ્વારા પ્રદર્શનનું વર્ગીકર્ણ કરે છે.
હૉલ ઓફ સાયન્સ : હૉલ ઓફ સાયન્સ સંશોધન માટેની વિશાળ જગ્યા છે જ્યાં અનુભવ અને પ્રેક્ટિકલ લરનીગ થઈ શકે છે. તે મુલાકાતીઓને જાત અનુભવ થી સમજવા માટે પ્રોત્સાહિત કરે છે.
હૉલ ઓફ સ્પેસ : હાઇ રિઝોલ્યૂશન પિક્ચર્સ અને વિઝટર- ઈંટરેક્ટિવ કંટ્રોલ ડિસ્પ્લે સાથે , અવકાશ સંશોધન ક્ષેત્ર આ ક્ષેત્રની મહત્વની સફળતાઓ નું નિદર્શન કરે છે.
એલઇડી સ્ક્રીન :સાયન્સ સિટી ખાતે 1,84,320 નાની એલઇડી વિશાળ LED સ્ક્રીન પર છે જે 20 X 12 ફૂટ છે જે પાત્રો દર્શાવવા અને તેના વર્ણન માટે વપરાય છે
લાઈફ સાયન્સ પાર્ક : લાઈફ સાયન્સ પાર્ક બાળકો ને કુદરત તરફ પ્રેરિત કરવા અને તે દિશામાં વૈજ્ઞાનિક જાણકારી આપવા માટે કાર્યરત છે. તે પૃથ્વી પર જીવન કેવી રીતે ચાલે છે તેનું નિદર્શન પણ કરે છે. આ પાર્ક નો મુખ્ય હેતુ બાળકો ને કુદરત શીખવા , તેના જીવન ઉત્ક્રાંતિ, પ્રસાર અને અસ્તિત્વ માટે જાગૃત કરવાનો છે.
પ્લેનેટ અર્થ :પેલેન્ટ અર્થ એ આપણા પૃથ્વી ગ્રહ વિષે જાણકારી આપે છે લોકોને કુદરતી આફતો જેમકે ભૂકંપ , જ્વાળામુખી , ભૂસ્ખલન વિષે માહિતગાર કરે છે તથા પૃથ્વીના આશ્ચર્યચકિત રહસ્યો વિષે જાણકારી આપે છે.
IMAX 3D – આઇમકેસનો અનુભવ વૈશ્વિક સ્તરે પ્રભાવશાળી ફિલ્મ અનુભવ છે. 8 માળની ઊચાઇ અને 12000 વોટ ડિજિટલ ઓડિઓ થી સજ્જ ટેકનૉલોજિ ક્યારેય ન અનુભવ્યો હોય તેવો દર્શનિક અનુભવ આપશે.
સાયન્સ પ્રોગ્રામ :
સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવે છે અને વિશ્વની વિવિધ શોધો વિષે ની દુનિયાની બારી ખોલી તે દિશામાં અવગત કરાવે છે

Related Posts