અમદાવાદ : શાહીબાગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગિરધરનગર બ્રિજ નીચે હળકાઈ માતાજીના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમાતો હતો. શાહીબાગ પોલીસને માહિતી મળતાં દરોડા કરી ત્રણ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
પૈસા પાનાથી નાણાંની હારજીતનો તીન પત્તિનો જુગાર રમે છે. અને હાલ સદરી જગ્યાએ જુગાર રમવાની પ્રવૃતિ ચાલુ છે. ” જે મળેલ બાતમી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા ૦૨ ઇસમો તથા ૦૧ મહીલા જુગારના સાધનો સાથે મળી આવતા તેમના વિરુધ્ધમાં ધી જુગારધારા કલમ-૧૨ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અટક કરેલ છે.
આરોપીઓ
- જગદીશ ચંન્દ્રકાન્ત સોની ઉ.વ.૪૨ ધંધો-વેપાર રહે.એ/૧૦૪ સ્નેહ માંગલ્ય એપાર્ટમેન્ટ, સુર્યમ ગ્રિન્સની બાજુમાં,વસ્ત્રાલ, અમદાવાદ શહેર તથા
- સુનિલ રાજુભાઇ ઠાકોર ઉ.વ.૩૮ ધંધો-છુટક મજુરી રહે. એડવાન્સ મીલની ચાલી,તાવડીપુરા, માધવપુરા અમદાવાદ શહેર
- ગૌરીબેન રમેશભાઇ ચંદુજી દંતાણી ઉ.વ.૪૦ ધંધો-મજુરી રહે.માકુભાઇની ચાલી, હડકામાઇ માતા મંદિરની બાજુમાં, ગિરધરનગર, શાહીબાગ અમદાવાદ શહેર
રોકડા રૂ.૨૧,૯૦૦ તથા દાવના નાણા રૂ.૩૦૦ તથા ગંજી પાના નંગ- પર કી.રુ.૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૪૦૦૦ મળી કુલ્લે રૂ.૨૬,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.