Nidhi Dave
- GTU માં વિદ્યાર્થીઓને મળી રજાની સજા
- જૂન મહિના નવા સત્રથી હાજરી હશે તો પરીક્ષા અપાશે
- વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડશે.
જીટીયુએ એન્જિનિયરિંગ, બેચલર ઓફ હોટેલ મેનેજમેન્ટ, બેચલર ઓફ ફાર્મસી, ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર, ડિપ્લોમા એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ આર્કિટેક્ચર, માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, માસ્ટર ઓફ ફાર્મસી, પોસ્ટ ડિપ્લોમા ટુ ડિગ્રી કોર્સ (પાર્ટટાઇમ ટુ એન્જિનિયરિંગ) સહિતના કોર્સની કોલેજોમાં 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા 4236 વિદ્યાર્થીને પરીક્ષામાંથી બાકાત રાખવા નિર્ણય લીધો છે, જેમાં અમદાવાદ, ગાંધીનગરની કોલેજોના એક હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાતાં તેમનું એક વર્ષ બગડશે. 75 ટકા કરતાં ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ 2693 સેમેસ્ટર-5ના છે. પરીક્ષામાંથી બાકાત રખાયેલા આ વિદ્યાર્થીઓ હવે નવા શૈક્ષણિક સત્ર જૂનથી શરૂ થતા સેમેસ્ટરમાં નિયમિત હાજરી આપશે તો નિયમ અનુસાર એક્ઝામ આપી શકશે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયાં હતાં, જેમાં 75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની નોંધ કરાઈ હતી. તે પછી કોલેજોએ મોકલેલા રેકોર્ડ્સના આધારે કાર્યવાહી કરાઈ છે.