લાઈટબીલ ભરવાના બહાને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફોનનો એકસેસ મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી લેનાર ગેંગના સાગરીતને સુરતથી જડપી પાડતી સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર .

Spread the love

લાઈટબીલ ભરવાના બહાને ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ક્વીક સપોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફોનનો એકસેસ મેળવી ફરીયાદી સાથે છેતરપીંડી કરી લેનાર ગેંગના સાગરીતને સુરતથી જડપી પાડતી સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર .

 

 

 

સાયબર ક્રાઇમ અજીત રાજીયન સાહેબના માર્ગદર્શન હેઠળ મદદનીશ પોલીસ કમિશનર શ્રી , જે.એમ.યાદવ સાહેબ નાઓ તરફથી પોલીસ ઇન્સપેકટર એમ.એન.દેસાઇ નાઓએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગુ.ર.નં .૧૧૧૯૧૦૬૭૨૨૦૧૧૩ ધી ઇપીકો કલમ ૪૦૬ , ૪૨૦ , ૧૨૦ ) બી ( તથા આઇ.ટી.એકટ કલમ ૪૩ ) એ ( , ૪૩ ) બી ( , ૪૩ ) એફ ( , ૬૬ , ૬૬ ) સી ( , ૬૬ ) ડી ( મુજબનો ગુનો રજીસ્ટર કરેલ જે ગુનાના કામે હકીકત એવી છે 

 

 કે આ કામના ફરીયાદીશ્રી નાઓને જે ઇલેકટ્રીક બિલ ના ૧૦ રૂ . ભરવાના બાકી હોય પેમેન્ટ નહી ભરાય તો લાઇટનુ કનેકશન બંધ થઇ જશે એ મુજબનો ફોન આવેલ જેમા ઇલેકટ્રીક બિલ ભરવાના બહાના હેઠળ વાતચીત કરી વિશ્વાસ અને ભરોષો કેળવી અરજદાર પાસેથી ગુગલ પ્લે સ્ટોર ઉપરથી ક્વીક સ્પોર્ટ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ફોનનો એકસેસ મેળવી તેમજ મોબાઇલ માં AUTOMATICALLY FORWARD SMS MESSAGES TO YOUR PC / PHONE એપ ડાઉનલોડ કરાવેલ અને અરજદાર જોડેથી આ એપમાં બતાવેલ આકડાકીયા માહીતી માંગેલ

 

 ત્યાર બાદ ડેબીટકાર્ડનો સી નંબર વી.વી.માંગી ફોનમાં વ્યસ્ત રાખેલ તે દરમ્યાન ટુકડે ટુકડે કુલ્લે રુપ . , ૯૮,૧૭૪- / વિડ્રોલ કરી લઇ ફ્રોડ કરેલ હોય 

 

જે બાબતે ઉપરોક્ત નંબરથી ગુન્હો રજીસ્ટર થયેલ ઉપરોક્ત ગુન્હાના કામે ફ્રોડના પૈસાથી ડીજીટલ ગોલ્ડની સાઇટ પર વાઉચરની ખરીદી કરવામાં આવેલ હોય જે વાઉંચરની માહીતી મંગાવતા આ ડીજીટલ ગોલ્ડ વાઉચર સુરતના ઘોડ દોડ રોડ ખાતે આવેલ કલ્યાણ જવેલર્સ ખાતે થી સોનુ ખરીદવામા આવેલ જેના સી.સી.ટી.વી ફુટેજ મંગાવી ખરાઇ કરતા તેમજ ગુનામા વપરાય મોબાઇલ નુ ટેક્નીકલ એનાલીસીસના આધારે તપાસ કરતા લોકેશન સુરત ખાતે આવતા હોય પી.એસ.આઇ.શ્રી એસ.જે.પટેલ તેમજ ટીમના માણસો એ સુરત ખાતેથી જીગ્નેશભાઇ માવજીભાઇ નાવડીયા ઉવ .૩૭ રહે ૧ , પ્રગતિપાર્ક , સોસાયટી , ડભોલી ચાર રસ્તા વેડ રોડ , સુરત શહેર નાઓ મળી આવેલ હોય જે આરોપીને તા -૨૧ / ૦૯ / ૨૦૨૨ ના ક્લાક ૧૯/૦૦ વાગે પકડી અટક કરવામાં આવેલ છે .

 

આરોપીની પુછપરછ કરતા જણાવેલ કે તેઓના ઘરની આર્થિક પરીસ્થિતી સારી ન હોવાને કારણે પૈસાની જરૂર હોય આરોપીની મુલાકાત તેના મિત્ર સાવન પંકજભાઇ ગઢીયા રહે ૩૨ / ડિકે નગર વાસ્તુકલા ની પાસે વેદરોડ ડભોલી સુરત નાઓનિ સાથે મુલાકાત થયેલ હોય જે પોતે રખડ ખાતેથી આ ગુના બાબતની ટ્રેનિંગ લઇ આવેલ હોય આ સાવને આરોપીને રૂ ૪૫,૦૦૦ ના પગાર ઉપર રાખેલ હોય અને સાવનના જે જગ્યા એ પૈસા કે સોનુ લેવા મોકલતો ત્યા આ આરોપી લેવા જતો હોવાની કબુલાત કરેલ છે . 

 

આરોપી 

આ કામના આરોપીની પ્રાથમિક પુછપરછ દરમ્યાન આરોપીએ અન્ય જગ્યાઓએથી પણ ઉપર મુજબની રીતે ગોલ્ડ મેળવી લોકો સાથે છેતરપીંડી આચરેલ હોવાનુ જણાવતો હોય અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતા રહેલ છે .

 

રેડમાં સામેલ અધિકારી 

 

૧ દેસાઇ.એન.શ્રી એમ.ઇ.પો.

 

ર.ઇન્સ.સબ.પો એસ.જે.પટેલ

 

૩ કો પ્રવીણકુમાર 

 

( ૪ ) લોકરક્ષક કુલદિપસિંહ  

 

 

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!