બિહારના મોતિહારીમાં ઝેરી દારૂથી 5ના મોત
ઝેરી દારૂથી પાંચના મોત, છ ગંભીર
મોતિહારી જિલ્લાના લક્ષ્મીપુર ગામનો બનાવ
બિહારમાં ફરી એક વાર ઝેરી દારૂએ તબાઈ મચાવી દીધી છે. બિહારના મોતિહારી જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત થયાની વિગતો છે. તેમજ લગભગ છ લોકોની હાલત ગંભીર છે. જે તમામ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દર્દીઓ જ ડોક્ટર સામે કબુલ્યું છે કે, તેમણે દારૂ પિઘો હતો જે બાદ તબિયત લથડી હતી.
ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત
પાપ્ત વિગતો મુજબ મોતિહારી જિલ્લાના લક્ષ્મીપુર ગામમાં ગુજરાતના બોટાદ જેવો જ લઠ્ઠાકાંડ સામે આવ્યો છે. સુત્રો પાપ્ત વિગતો મુજબ ઝેરી દારૂ પીવાથી પાંચ લોકોના મોત થયા છે અને 6 જેટલા લોકોની હાલત ગંભીર છે. જે સમગ્ર ઘટનાથી લક્ષ્મીપુર ગામમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.
મૃત્યુ થનારના નામ
રામેશ્વર રામ ઉર્ફ જટા
ધ્રુવ પાસવાન
અશોક પાસવાન
છોટુ પાસવાન
બિહારમાં દારૂબંધીની શુ જોગવાઈ?
બિહારમાં દારૂબંધીની નવી નીતિની વાત કરીએ તો, બિહારમાં પહેલી વાર દારૂ પીતો પકડાય તો આરોપીને 2,000થી લઈ 5,000 રૂપિયા સુધીના દંડ ફટકારવાનો નિયમ છે. જો તે દંડ ન ભરે તો તેને એક મહિનો જેલમાંથી મુક્ત કરી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ બીજી વખત દારૂનો સેવન કરતો ઝડપાય છે તો તેને એક વર્ષની સજાની જોગવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી દારૂબંધીની ઉલ્લખન બાબતની 3.8 લાખ અરજીઓ દાખલ થયેલી છે જેમાંથી 4 હજાર અરજીઓનો નિરાકરણ આવ્યો છે.