News Inside/18 May 2023
..
રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA) દ્વારા પેટન્ટ વિનાની દવાઓની કિંમત સીધી 50% કરી દીધી છે. નિયમનકારી સંસ્થાના જણાવ્યા પ્રમાણે ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા થતી નફાખોરીને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. NPPA દ્વારા જારી કરવામાં આવેલા સૂચનામાં કહેવામાં આવ્યું છે કે, એક વર્ષ પછી બજારની માહિતીને ધ્યાનમાં રાખીને નવી કિંમત નક્કી કરવામાં આવશે. આ પગલાથી હવે ઉત્પાદક કંપનીઓ જાતે દવાઓની કિંમતો નક્કી કરી શકશે નહીં.
લગભગ એક વર્ષ કરતા વધુ સમયથી, કેન્દ્ર સરકાર આ દવાની કંપનીઓ સાથે ઓછામાં ઓછા 12 મહિના માટે પેટન્ટની બહાર હોય તેવી દવાઓ માટે કિંમત નિર્ધારણની પદ્ધતિ પર કામ કરવા માટે ચર્ચા કરી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર, જ્હોન્સન એન્ડ જ્હોન્સનની એન્ટિ-ટીબી દવા બેડાક્વિલિન કે જેની પેટન્ટ જુલાઈમાં સમાપ્ત થઈ રહી છે, તે આ નિયમની પ્રથમ અસરગ્રસ્ત ફાર્મા કંપની હશે.