Siddhpur, Patan | News Inside

સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષ મળવાનો મામલો

0 minutes, 2 seconds Read
Spread the love

News Inside/19 May 2023

..

સિદ્ધપુર।  પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં થોડા દિવસોથી પાણીની પાઈપલાઈનમાંથી માનવ અવશેષ મળવાની ઘટના ખુબ ચર્ચામાં છે. આ ઘટનાએ સમગ્ર સિદ્ધપુર તેમજ ગુજરાતને ઝનઝોળી નાખ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત થોડા દિવસોથી સિદ્ધપુરના લાલડોશી વિસ્તારમાં અપૂરતા પ્રેશરથી પાણી આવતા પાઇપલાઇનમાં ખોદકામ કરતા માનવ અવશેષ મળ્યાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સતત બીજા દિવસે પણ કમરથી પગ સુધીના અવશેષ મળતા પોલીસ અને મ્યુન્સીપાલિટી દ્વારા વધુ તાપસ હાથ ધરાઈ હતી. પહેલા આ માનવ અવશેષ પાણીની ટાંકીમાંથી આવી રહ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જે સ્થળથી આ અવશેષ મળ્યા ત્યાંથી શરૂઆતની તપાસમાં એક દુપટ્ટો અને બંગડી પોલીસને હાથ લાગી હતી. આથી વધુ તપાસના ચક્રો ગતિમાન કરતા પાણીની ટાંકીની આસપાસના CCTV ફૂટેજની ચકાસણી કરાઈ હતી. જેમાં એક યુવતી તે જ દુપટ્ટો ઓઢીને ત્યાંથી પસાર થઇ હોવાનું જાણવા મળ્યું હતું. આ ફુટેજને આધારે તે યુવતી કોણ છે તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જે બાદ પોલિસ તપાસમાં બહાર આવું કે તે યુવતી લગભગ 10 દિવસથી લાપતા હતી. આ પરથી તેના માતા-પિતાને શોધી લેવામાં આવ્યા છે. હાલમાં પાઇપલાઇનમાંથી મળેલ અવષેશો તથા તે યુવતીના માતા-પિતાના DNA સેમ્પલ વધુ તાપસ અર્થે મોકલવામાં આવ્યા છે. આ DNA રિપોર્ટ બાદ અન્ય ઘણા ખુલાસા થઇ શકે તેવી સંભાવના સેવાઈ રહી છે.

આ ઘટના સામે આવતા જ સિદ્ધપુરના રહેવાસીઓ પાણી પીવાનો દર અનુભવી રહ્યા છે. તે વિસ્તારના રહેવાસીઓના કહેવા મુજબ છેલ્લા 6 થી 7 દિવસથી પીવાના પાણીમાંથી દુર્ગંધ આવતી હતી. તથા પાણીની પ્રેશર ખુબ જ ઓછું હતું. તથા જે દિવસે અવશેષ મળ્યા તેના આગળના દિવસથી લાલડોશી વિસ્તારમાં પાણીનો પ્રવાહ તદ્દન અટકી જતા પાઇપલાઇનમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં અવશેષ મળી આવ્યા હતા. પરંતુ શરૂઆતમાં જોતા આ અવશેષ માણસના છે કે પ્રાણીના તે જણાયું ન હતું. બાદમાં ફોરેન્સિક ટીમ દ્વારા આ અવશેષો માણસના હોવાની પુષ્ટિ કરાઈ હતી. તેના જ કારણે પાણીનો પ્રવાહ અટક્યો હોય તેમ ત્યાંના કર્મચારીએ જણાવ્યું હતું. આ બાદ સતત બીજા દિવસે પણ અન્ય પાઇપમાંથી અવશેષ મળી આવતા સિદ્ધપુરના લોકો પાણીનો ઉપયોગ કરતા ખચકાટ અનુભવી રહ્યા છે. કારણકે 5 માંથી 2 લાઈનમાં માનવ અવશેષો મળી આવ્યા છે.

વધુમાં, ત્યાંના રહેવાસીએ જણાવ્યું હતું કે, “ચાર દિવસ સિદ્ધપુરના એ 1500 પરિવાર દુર્ગંધવાળું પાણી પીતા રહ્યા, પાઈપમાંથી લાશના ટૂકડા નીકળ્યા બાદ હવે ચોખ્ખું પાણી પીએ તો પણ ઉલટી થાય છે. આંખ બંધ કરતા જ કપાયેલો પગ દેખાય છે.”

આ ઘટના બાદ, ઉદ્યોગ પ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતએ ગઈકાલે 18 મેના રોજ સિદ્ધપુરમાં ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. તે વિસ્તારના સ્થાનિકોએ આશંકા વ્યક્ત કરી છે કે આ ઘટનાનું જોડાણ સિંધી સમુદાયની ગુમ થયેલ છોકરી સાથે હોઈ શકે છે. પોલીસ આ મામલે તાપાસ કરી રહી છે. તાહ હવે DNA રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. જે બાદ આ ઘટના સાથે જોડાયેલા અન્ય ભેદ ઉકેલાઈ શકે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×

Hello!

Click one of our contacts below to chat on WhatsApp

× Chat Now!