અમદાવાદના ઇસનપુર પાલીસ સ્ટેશનમાં એક મહિલા વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 294…506…અને ..114…મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ હેઠળ એટ્રોસિટી ની ફરિયાદ દાખલ થઇ છે આ મહિલા ચેતનાબેન વિરુદ્ધ અગાઉ પણ એકજ દુકાન બે અલગ અલગ લોકોને વેચી નાખવા અંગે ગુન્હો પણ નોંધાયેલો હતો જેની વધુ તાપસ ઇસનપુર પોલીસે બે દિવસના રિમાન્ડ લઇ હાથધરી છે
અમદાવાદના ઇસનપુર પાલીસ સ્ટેશનમાં એક મહિલા વિરુદ્ધ છેતરપિંડી અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધિત અધિનિયમ હેઠળ એટ્રોસિટી ની ફરિયાદ થઇ દાખલ pic.twitter.com/cnM1X5J57C
— NEWS INSIDE (@NEWSINSIDEMEDIA) April 14, 2023
આ વીડિયોમાં દેખાતી મહિલા અને તેનો પુત્ર એ જ છે કે જેમણે ફરિયાદી મહિલાને બીભત્સ ગાળો તેમજ તેઓની જ્ઞાતિ અંગે નિમ્ન કક્ષાના ટિપ્પણીઓ કરી હતી ….સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ મહિલા એ અગાઉ પણ ઘણાય લોકો સાથે છેતરપિંડીની ઘટનાઓને અંજામ આપ્યો હતો અને હાલ પોલીસના સકંજામાં છે
ફરિયાદી મહિલાના કેહવા અનુસાર રાત્રીના 8:00 વાગ્યાની આસપાસ ઘોડાસર કેનાલ રોડ પાસે આવેલ દુકાનમાં ખરીદી કરેલ વસ્તુ પરત આપવા જતા દુકાનના માલિક ચેતનાબેન ચંદ્રપ્રકાશ પિરીયા તથા તેમના દીકરાએ જેમફાવે તેમ ગંદી બિભત્સ ગાળો બોલી અને સાલા નીચી જાતીના લોકો મને પહેલા ખબર હોત તો તમને હું મારી દુકાનથી સામન પણ ના આપું તેમ કહિને જાતી વિષે અપશબ્દો બોલી અને હાથપગ તોડી નાંખવી ધમકી આપેલ
હાલ આ મહિલા અને તેનો પુત્ર છેતરપિંડીના ગુન્હામાં ઇસનપુર પોલીસ સ્ટેશનમાં રિમાન્ડ હેઠળ છે અને ત્યારબાદ એસટી એસસી સેલ વધુ તાપસ હાથ ધરશે