- અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા
- ૫૦ હજારની લાંચ મંગાવતા આવી હતી આરોપીને લોકપની અંદર ન મુકવા માટે પૈસાની માંગણી કરી હતી.
- રવિન્દ્ર સિંહ ડાભી અને હરદેવસિંહ ઝાલાની ACB એ ધરપકડ કરી.
ગાંધીનગર: ગુજરાત પોલીસના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને 50,000 રૂપિયાની લાંચના કેસમાં ઝડપી લીધા છે.
આ લાંચ કેસમાં ફરિયાદી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આર્થિક ગુનાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ ઝાલા આ કેસની તપાસ ચલાવી રહ્યા હતા.= જ્યારે અન્ય આરોપી પોલીસ કોન્સ્ટેબલ રવીન્દ્રસિંહ ડાભી લેખક હતા. આરોપીએ વ્યક્તિને લોકઅપમાં ન મૂકવા અને કોર્ટમાં રજૂ ન કરવા માટે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
આરોપી પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્રસિંહ ડાભી એસીબી દ્વારા ચલાવવામાં આવેલી ટ્રેપ દરમિયાન આરોપી પાસેથી રૂ. 50,000ની લાંચ લેતો ઝડપાયો હતો. બંને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. દેશગુજરાત