- છોડવાઓમાંથી બનેલું ઘી અને માખણ વેચનાર લોકો સાવધાન
- હવે ગણાશે ગુનો, કાયદેસરની કાર્યવાહી પણ થશે
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ લીધો નિર્ણય
ડાડલા (વનસ્પતિ)માંથી બનેલા ઘી અને માખણ વેચનાર લોકોએ હવે સાવધાન થઈ જવાની જરુર છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હેઠળના ફૂડ રેગ્યુલેટર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)એ નકલી ઘી અને માખણ વેચનારની સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. FSSAIના ડેપ્યુટી ડિરેક્ટર રાકેશ કુમારે ફૂડ સેફ્ટીના તમામ કમિશનરો અને તમામ રિજિયોનલ ડિરેક્ટરોને નિર્દેશ જારી કર્યો છે કે તેઓ ઓનલાઇન પ્લેટફોર્મ અથવા વેબસાઇટ્સ સહિત તેમના અધિકારક્ષેત્ર હેઠળ આવા ઉત્પાદનોના લેબલની તાત્કાલિક તપાસ કરે અને પ્લાન્ટ-આધારિત ઉત્પાદનોને ઘી,માખણ તરીકે વેચે છે તેવા FBO સામે કાર્યવાહી કરે. તેમણે પુર્વ મંજુરી વિના શુધ્ધ શાકાહારી ખોરાક (vegan foods)નો દાવો કરતાં ઉત્પાદનો સામે પણ કાર્યવાહી કરવા જણાવ્યું છે.
નકલી ઘી વેચનાર લોકો વિરુદ્ધમાં કડક કાર્યવાહી થશે
FSSAI દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશમાં જણાવાયું છે કે કેટલાક એફબીઓ પ્લાન્ટ(છોડ) આધારિત ઘી- માખણ, શુધ્ધ શાકાહારી ઘી,માખણ વગેરે માટે કરવામાં આવે છે જે બજાર અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને વેબસાઇટ્સ પર વેચાય છે. આવી પ્રોડકટ્સમાં બે કે તેથી વધુ ખાદ્ય તેલ કે હાઇડ્રોજનયુક્ત ચરબી અને કુદરતી સમાન સ્વાદ વગેરેનું મિશ્રણ હોય છે.
નકલી ઘી કે માખણ વેચવું છેતરપિંડી છે.
કેન્દ્રના પશુપાલન અને ડેરી વિભાગના સચિવ રાજેશ કુમાર સિંહે હતું કે, છોડ-આધારિત અથવા વનસ્પતિ તેલને ઘી તરીકે વેચી
નહીં શકાય તે એક પ્રકારની છેતરપિંડી ગણાશે.
ફૂડ ઓથોરિટીની મંજૂરી લીધા બાદ જ વેગન ફૂડ વેચી શકાશે
સરકારી પરિપત્રમાં કહેવાયું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (વેગન ફૂડ્સ) રેગ્યુલેશન્સ, 2022ની જોગવાઈઓ મુજબ, ઘી, માખણ વગેરેને વેગન કહી શકાય નહીં અને ફૂડ ઓથોરિટીની પૂર્વ મંજૂરી પછી જ વેગન લોગોના ઉપયોગની મંજૂરી આપવામાં આવે છે અને તેને વેચી શકાય છે.